રાજકોટ બાદ હવે આજે અમદાવાદના IIM રોડ પર શ્રમિકોનો હોબાળો

લોક ડાઉન ને લઇ રાજકોટ બાદ હવે આજે અમદાવાદના IIM રોડ પર શ્રમિકોનો હોબાળો સામે આવી રહ્યો છે. આજે અમદાવાદના IIM રોડ પર પરપ્રાંતિય શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે શ્રમિકો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે સ્થિતિને પહોંચી વળવા માટે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે વતનમાં જવાની માંગ સાથે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ ચાલું કરી દીધું છે.

 

મળતી માહિતી પ્રમાણે, વતન જવાને જીદને લઈને હવે શ્રમિકોએ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે, ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને પોલીસે 4 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિન્ગ શરૂ કર્યું છે.

 

ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ, ઝોન 1 સ્કવોડ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે પરિસ્થિતિ કાબુમાં લઇ લીધી છે. સરકાર પર ભરોસો ન હોય અને કોરોના ને બહુ હળવાશથી લેવાની ભૂલ કરતા આ પરપ્રાંતીય લોકો કેસોની સંખ્યામાં વધારો કરે તેવું લાગી રહ્યું છે. 

Find Out More:

Related Articles: