સલમાન ખાને કોરોના વાયરસ પર ગીત લખ્યું અને જાતે જ આપ્યો અવાજ

Sharmishtha Kansagra

કોરોના વાયરસના ડરના માહોલ વચ્ચે બૉલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને કોરોના પર એક સોંગ લખ્યું છે. જેને સાજીદ વાજીદે કમ્પોઝ કર્યુ છે. જેને ટ્વીટર પર શેર કરવામાં આવ્યું છે.  મહત્વનું એ છે કે આ ગીતના શબ્દો ખુદ સલમાને લખ્યા છે અને આ ગીતને તેણે પોતે જ ગાયું છે. સલમાન ખાનના આ સોંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સલમાન ખાને સોશિયલ મીડિયામાં સોંગનું ટીઝર ‘પ્યાર કરોના’ મૂકતા વાયરલ થયું છે.

 

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પરિવાર સાથે ફાર્મહાઉસ પર લૉકડાઉન દરમિયાન જુદા જુદા વીડિયો તૈયાર કરી મૂકી રહ્યો છે. તેણે એક સોંગ બનાવ્યું છે. આ અગાઉ બે ત્રણ દિવસ પહેલાં સલમાને લૉકડાઉનનો ભંગ કરનારા લોકોનો ઉધડો લીધો હતો અને એક લાંબો મેસેજ આપ્યો હતો.

 

સલમાને ‘પ્યાર કરોના’ સોંગનું ટીઝર ટ્વીટર પર મૂકીને પોસ્ટ કર્યુ છે. તેણે કહ્યું છે કે, આવતીકાલે આ સોંગ યૂટ્યૂબ ચેનલ પર રીલિઝ કરવામાં આવશે. આશા રાખું છું મારૂ આ આ સોંગ તમને ખુબ પસંદ આવશે.

 

આ સોંગને સાઝિદ નડિયાદવાલાએ કમ્પોઝ કર્યુ છે અને સોંગના શબ્દો સલમાને જાતે લખ્યા છે. સલમાને હુસૈન દલાલ સાથે મળીને લખેલા સોંગમાં #IndiaFightsCorona #StayHomeStaySafe #BeHuman હૈશટેગ મૂક્યા છે. સલમાને આ સોંગને ઘરે કેવી રીતે શૂટ કર્યુ તે જાણવા પણ દિલચસ્પ રહેશે. સલમાન દ્વારા ગાયેલુ આ ગીતનું ટ્રીઝર પણ ભારે વાયરલ થયું છે.

 

Find Out More:

Related Articles: