બદલાયેલ વાતાવરણને લઇ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી નવી આગાહી

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદની આગામી આપતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હવામાન અને ચોમાસાને લઈ આગાહી કરી છેકે અંબાલાલ પટેલે ગુજરાતનાં અનેક ભાગોમાં સામાન્ય વરસાદથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે. તો ખેડૂતોનાં પાકમાં રોગ આવવાની આશંકા પણ વ્યક્ત કરી છે. સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવધાન રહેવા માટે પણ જણાવ્યું છે.

               

માહીતી મુજબ 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત, મહેસાણા અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા છે. 11થી 17 જૂન ગુજરાતમાં ચોમાસું બળવાન બને અને પશ્ચિમ ભાગમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારે વરસાદની શકયતા તેઓએ વ્યક્ત કરી છે. વરસાદમાં ઉભા કૃષિના પાકમાં જીવડાં પડવાની શકયતા છે.

                                                                                

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ખેડૂતો સાવધાન રહેવાની જરૂર જણાય છે. ખેડૂતો માટે અગામી ચોમાસુ સારું રહે તેવી શકયતા છે. 29 જૂનથી જુલાઇના પહેલાં અઠવાડિયામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઓવરઓલ આ વખતે ચોમાસુ સારું રહેશે તેવો આગાહી અંબાલાલ પટેલે કરી છે.

Find Out More:

Related Articles: