પાન-માવાના શોખીનો માટે ખાસ ખબર, કાલથી લાગુ થશે આકરો નિર્ણય

ગુજરાતમાં કોરોના હવે બેકાબુ છે ત્યારે પાનમાવાના રસીકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. રોજના એક હજાર પાસે કેસ આવી રહ્યા છે. એવામાં સરાકાર જરૂરી પગલાં પણ ભરી રહ્યું છે. ત્યારે હાલમાં જ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પાન-મસાલાના માત્ર પાર્સલ જ મળશે. પાન – મસાલા શોપ ઓનર્સ એસો.ને આવો નિર્ણય કર્યો છે.

 

સરકારે બહાર પાડેલા જાહેરનામાં પ્રમાણે પાન પાર્લર બહાર થૂંકવા બદલ રૂ.10000 દંડ ફટકારવામાં આવશે. ત્યારે હવે ગ્રાહકને પાન – મસાલાના માત્ર પાર્સલ આપવામાં આવશે. ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસીએશનનો આ મહત્વનો નિર્ણય દરેક વ્યસ્ની લોકોએ ખાસ જાણવા અને પાનલ કરવા જેવો છે.

 

તો જો નવા નિયમ પ્રમાણે વાત કરવામાં આવે તો, આવતી કાલથી મસાલાની દુકાનો પર મસાલો લાઈવ બનાવી આપવામાં નહીં આવે. ગ્રાહકને પાન-મસાલાના પાર્સલો આપવામા આવશે. દંડની રકમમા વધારો અને કોરોનાં સંક્રમણને લઇને આવો નિર્ણય લેવામાં આવે છે.

 

રાજ્ય સરકાર દ્વારા આજે શિક્ષકોને શિક્ષણ ઉપરાંતની અનેક કામગીરીમાં જોતરવામા આવે છે. ત્યારે હવે શિક્ષકોને કોવિડ હોસ્પિટલના હેલ્પ ડેસ્કની જવાબદારી સોંપતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકડાઉનના સમયથી જ શિક્ષકોને રેશનિંગની દુકાન, ઘરે-ઘરે ફરીને સર્વેની કામગીરી સહીતની કામગીરીમાં તંત્ર દ્વારા જોતરવામા આવી રહ્યા છે. ત્યારે હવે શિક્ષકોને 3 શિફ્ટમાં કોવિડ હોસ્પિટલના હેલ્પડેસ્કની કામગીરી સોંપવામા આવી છે.

Find Out More:

Related Articles: