કાનપુર કાંડનો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેનો એન્કાઉન્ટરમા અંત, મોઢું ખોલતા પહેલા જ મોઢું બંધ!
કાનપુર કાંડનો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે UP સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની સાથે એન્કાઉન્ટરમાં અંત આણ્યો. પોલીસનું કહેવું છેકે યુપી એસટીએફની ગાડી વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી લઇને કાનપુર આવી રહી હતી. ગાડીની સ્પીડ ખૂબ જ હતી અને ધોધમાર વરસાદના લીધે રોડ પર ગાડી લપસી ગઇ હતી. કાનપુરમાં એન્ટ્રી પહેલાં જ અચાનક રસ્તામાં ગાડી પલટી ગઇ.
પોલીસની આપેલી માહિતી મુજબ અકસ્માતમાં વિકાસ દુબે અને કેટલાંય પોલીસવાળાઓને પણ ઇજા પહોંચી. તેમ છતાંય વિકાસ દુબેની નજર પોલીસની ચુંગાલમાંથી બચીને ભાગવા પર હતી. આ મોકા પર એસટીએફના એક જવાનની પિસ્ટોલ છીનવી ભાગવાની કોશિષ કરી. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. એસટીએફ એ વિકાસ દુબેને હથિયાર સોંપી સરેન્ડર કરવાનું કહ્યું, પરંતુ તેમ છતાંય તે માન્યો નહીં અને મજબૂર થઇ પોલીસને ગોળી ચલાવી પડી.
વિકાસ દુબેના એન્કાઉન્ટરની પાછળની આ આખી કહાની યુપી પોલીસ બતાવી રહી છે. વિકાસ દુબેએ ત્રણ સાથીઓને આ પહેલાં એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા હતા. અસલમાં યુપી પોલીસને વિકાસ દુબેના સહયોગીઓની સતત તપાસ કરી રહ્યું છે. મુખ્ય આરોપી વિકાસ મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી પકડી પાડ્યા.
આ દરમ્યાન સૌથી પહેલાં યુપીના હમીરપુર જિલ્લામાં પોલીસનું એક મોટું એકશન લેવાયું. હમીરપુરના મૌદાહામાં અથડામણમાં પોલીસે વિકાસ દુબેના રાઇટ હેન્ડ કહેવાતા અમર દુબેને મારી નાંખ્યો. અમરને વિકાસ દુબે ગેંગનો શાતિર બદમાશ મનાતો હતો. 2 જુલાઇના રોજ રાત્રે કાનપુર દેહાતના બિકરૂ ગામમાં શુટઆઉટના કેસમાં પણ અમર દુબેની શોધ કરી હતી. યુપી પોલીસે જે ગુનેગારોની તસવીરો શેર કરી હતી તેમાં અમર દુબેનું નામ સૌથી ઉપર હતું. પોલીસે તેના પર 25000નું ઇનામ પણ જાહેર થયું હતું.