ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સથી ભારતના 363 પ્રવાસી ભારત પરત, 5મા કોરોના વાયરસનાં લક્ષણ

દુનિયાભરમાં લોકડાઉનના લીધે ફસાયેલા ભારતીયોની ઘર વાપસી શરૂ થઇ ગઇ છે. ગુરૂવારના રોજ બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સથી ભારતના 363 પ્રવાસી નાગરિક કેરળ પહોંચ્યા. દુબઇથી એર ઇન્ડિયાની એક ફ્લાઇટ કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને બીજી ફલાઇટ કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી. ભારત સરકાર ‘વંદે ભારત મિશન’ અંતર્ગત ભારતીય લોકોને પાછા લાવવાનું કામ કરી રહ્યા છે.

 

કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી ફ્લાઇટ દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી. એર ઇન્ડિયા એક્સપ્રેસની આ ફલાઇટમાં 177 ભારતીય નાગરિક સવાર હતા. એરપોર્ટ પર ઉતર્યા બાદ આ તમામ લોકોને સ્ક્રીનિંગ કરાયા. હવે તમામને 14 દિવસ માટે ક્વારેન્ટાઇનમાં રહેવું પડશે. ભારત સરકારની તરફથી બીજા દેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે આવી જ ફ્લાઇટ્સની સગવડ કરાય રહી છે.

 

કોચિન એરપોર્ટ પર જે 181 ભારતીય નાગરિક ઉતર્યા છે તેમાંથી પાંચ લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. આ તમામને જિલ્લા હોસ્પિટલ અલુવાના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. આ સિવાય એક પેસેન્જરને કેટલીક શારીરિક પરેશાની હતી, તેના લીધે તેમને અર્નાકુલ જિલ્લા પ્રશાસનની તરફથી શોર્ટ-સ્ટે ક્વારેન્ટાઇ હોમમાં રખાયા છે.

Find Out More:

Related Articles: