વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળને 1000 કરોડ રૂપિયાની કરી મદદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં અમ્ફાન તોફાનથી થયેલા વિનાશનું હવાઇ સર્વેક્ષણ કર્યું. તેમણે કેન્દ્રની તરફથી પશ્ચિમ બંગાળને 1000 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી. તેમણે આશા વ્યક્ત કરી કે બંગાળ ફરીથી બેઠું થઇ જશે. પીએમ મોદીએ કહ્યું કે આ દુ:ખની ઘડીમાં તેઓ પશ્ચિમ બંગાળની સાથે છે.

                                                            

પશ્ચિમ બંગાળમાં મહા વાવાઝોડા અમ્ફાનના લીધે ભયંકર વિનાશ સર્જાયો છે. અહીં છેલ્લાં 283 વર્ષમાં સૌથી ભયાનક તોફાન આવ્યું. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શુક્રવારના રોજ અમ્ફાનથી પ્રભાવિત વિસ્તારનું હવાઇ સર્વેક્ષણ કર્યું. સર્વે કર્યા બાદ પીએમ મોદીએ પશ્ચિમ બંગાળ માટે મદદની જાહેરાત કરી છે. આ સિવાય ટૂંક સમયમાં જ કેન્દ્રની એક ટીમ રાજ્યમાં આવીને વિસ્તારથી સર્વે કરશે.

                              

હવાઇ સર્વે બાદ પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશમાં કોરોના વાયરસનું સંકટ છે ત્યારે પૂર્વ ક્ષેત્ર તોફાનથી પ્રભાવિત થયું છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારોએ આ વાવાઝોડાને લઇ તૈયારીઓ કરી હતી. પરંતુ તેમ છતાંય 80 લોકોના જીવ બચાવી શકયા નથી. આ વાવાઝોડાના લીધે ઘણી સંપત્તિને નુકસાન થયું છે.

Find Out More:

Related Articles: