અમદાવાદમાં કોરોના વાયરસ નો અનોખો કેસ, વડાપ્રધાનને પણ જાણ કરાઇ

આજે પણ અમદાવાદમાં નવા 45 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 590 થયા છે. ત્યારે આજે અમદાવાદમાં આખા દેશમાં ક્યાંક નોંધાયો ન હોય તેવા એક સમાચાર મળતા હડકંપ મચી જવા પામ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ આજે આ વિશે હકીકત જણાવીને મોટો વિસ્ફોટ કર્યો છે.

 

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે એક મોટી હકીકતથી લોકોને અવગત કરાવ્યા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું છે કે, અમદાવાદમાં કોરોનાનો પહેલો દર્દી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. 35 દિવસ પછી પણ ચેપ હજુ દૂર થયો નથી. આખા ભારતમાં કોરોના વાયરસનો આવો કેસ નોંધાયો નથી. આ પોઝિટીવ દર્દીની જાણ કેન્દ્ર સરકારને કરી દેવામાં આવી છે. પીએમ મોદીને આ ઘટનાથી અવગત કરી દેવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું છે કે, અમદાવાદમાં સામે ચાલીને કેસ શોધતા ઘણી સફળતા મળી છે. એક મહિનામાં 500 કેસ શોધાયા છે, સર્વેના કારણે 2 લાખ કેસો ઓછા કર્યા છે.

 

ઉલ્લેખનિય છેકે કોરોના અંગેની માન્યતાઓ દિવસેને દિવસે બદલાતી જાય છે. કોરોના વાયરસ સૌથી ખતરનાક છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રોએક્ટિવ સર્વેલન્સનું અમદાવાદમાં સારૂ પરિણામ મળી રહ્યું છે. શહેરમાં સામેથી ટેસ્ટ ન થયા હોત તો 2 લાખ કેસ નોંધાયા હોત.

Find Out More:

Related Articles: