અમરેલી પણ ફાઇનલમાં હાર્યું, કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર ચિંતામાં

કોરોના વાયરસ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રસરી ગયો છે. જી હા અત્યાર સુધી બાકી રહેલા અમરેલી જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે જ સમગ્ર ગુજરાત કોરોનાની ઝપટમાં આવી ગયું છે. રાજ્યમાંઅત્યાર સુધીમાં કુલ 8,904 કેસ નોંધાયા છે. તેની સાથે સાથે 3,246 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. છેલ્લા 24 કલાકમાં 3066 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે 2,978 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ કુલ 88 ટેસ્ટ વધુ થયા છે અને 11 મે કરતા 20 કેસ વધુ પણ આવ્યા છે.

 

CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સવારે 11 વાગ્યે રાજ્યમંત્રી મંડળની સતત સાતમી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાંકોરોના સંક્રમણના આ સમયમાં પણ પ્રજાહિતના કામોના નિર્ણયો અને અસરકારક પગલાં લેવા અંગે નિર્ણયો લેવાઈ શકે છે.

 

આપને જણાવી દઇએ કે કોરોના અંગેની અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 362 નવા કેસ નોંધાયા છે. હાલ લોક ડાઉન 4ને લઇને સરકાર કેટલા કડક પગલાં લે છે તેના પર સૌ કોઈની નજર છે. 

 

Find Out More:

Related Articles: