પુંછમાં લાઈન ઓફ કન્ટ્રોલ પાસે પાકિસ્તાને કરી ગોળીબારી, વિદ્યાર્થીનું મોત
પાકિસ્તાન કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. રમઝાનના મહિનામાં છઠ્ઠી વખત એટલે કે ગુરુવારે પણ પાકિસ્તાને પુંછમાં લાઈન ઓફ કન્ટ્રોલ પાર ભારે ગોળીબારી કરી હતી. પુંછના ડેપ્યુટી કમિશ્નર રાહુલ યાદવ માહિતી આપી હતી કે આ ફાયરિંગમાં ઘરની બહાર એક બાળકનું મોત થયું છે. તે12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
માહિતી મુજબ પુંછના મનકોટે તાલુકામાં મો.રાશિદના ઘરમાં ઈફતારની તૈયારી ચાલી રહી હતી તે સમયે એક છોકરો ગુલફજાર (16) ઘરની બહાર ઉભો હતો. તે સમયે પાકિસ્તાન તરફથી ગોળીવારી અને મોર્ટારના સ્પ્લંટર તેને લાગ્યુ હતું. તેને લીધે આ છોકરાનું મોત થયુ હતું.
ગુરુવારે જ્યારે પાકિસ્તાને ફાયરિંગ કરી ત્યારે ભારતીય સેનાએ તેની પરવાનગી આપી હતી. બન્ને બાજુથી સતત ફાયરિંગને લીધે લોકો શાંતિથી ઘરોમાં ઈબાદત પણ કરી શકતા ન હતા. જમ્મુમાં સેનાના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે બુધવારે પાકિસ્તાનના પુંછના શાહપુર તથા કિરની સેક્ટરમાં સાંજે લગભગ સવા પાંચ વાગે ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેમણે મનકોટે અને મંધાર સેક્ટરમાં મોર્ટારથી ફાયરિંગ કર્યું.