કોરોના કહેર યથાવત, રાજ્યમાં એક દિવસ માં વધ્યા કુલ 394 કેસ

આજે કોરોનાને કારણે કુલ 23 લોકોનાં મોત થયા છે. જેમાંથી 8 લોકોનાં મોત માટેનું પ્રાથમિક કારણ કોરોના છે. તો બાકીનાં અન્ય 15 લોકોને અન્ય ગંભીર બીમારીઓ હતી. એક જ દિવસમાં 394 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો આજે 219 જેટલાં લોકો સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. ગુજરાતમાં હવે રિકવરીનો રેટ 457 ટકા થયો છે. ગુજરાતમાં કોરોના કેસોનો કુલ આંક 7797એ પહોંચ્યો છે. 

આજના 394 પોઝિટિવ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 280, વડોદરામાં 28, સુરતમાં 30, રાજકોટમાં 2, ભાવનગરમાં 10, ભરૂચમાં 1, ગાંધીનગરમાં 22, પંચમહાલમાં 2, બનાસકાંઠામાં 2, બોટાદમાં 2, દાહોદમાં 1, ખેડામાં 2, જામનગરમાં 7, અરવલ્લીમાં 4 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો હતો.

 

ગુજરાતમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોનો આંક 7797 પર પહોંચ્યો છે. જેમાંથી 24 લોકો વેન્ટિલેટર પર છે. તો 5210 લોકો સ્ટેબલ છે. જ્યારે 2091 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તો કોરોનાને કારણે મોતનો કુલ આંક 472 થયો છે. 

Find Out More:

Related Articles: