કર્ણાટકમાં કુમારસ્વામીનો અસ્ત, ભાજપનો ઉદય

Shukla Hemangi
કર્ણાટકમાં 14 મહિના જુની કોંગ્રેસ અને જેડીએસની સરકાર બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ જતાં સત્તામાંથી કુમાર સ્વામીની વિદાઇ થઇ છે. જો કે બુધવારનો દિવસ કર્ણાટકની રાજનિતી માટે ખૂબ જ મહત્વનો બની રહેશે. બુધવારે ભાજપ વિધાયક દળની બેઠક યોજાઇ શકે છે જે બાદ બીજેપી રાજ્યામાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. બીજી તરફ વિશ્વાસ મત હાર્યા બાદ કુમારસ્વામીએ રાજભવન પહોંચીને રાજ્યપાલ વજુભાઇ વાળને રાજીનામું સોંપ્યુ હતું

વિશ્વાસમતની પ્રક્રિયા દરમ્યાન ભાજપના પક્ષમાં 105 વોટ પડ્યા જ્યારે કુમારસ્વામીને 99 વોટ મળ્યા છે. મહત્વનું છે કે કુમારસ્વામીએ 23 મે 2018ના રોજ કર્ણાટકમાં સરકાર બનાવી હતી. આ ઘટના બાદ યેદુરપ્પાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કુમાર સ્વામીની હારએ લોકતંત્રની જીત છે. આ સરકારે લોકોને હેરાન કર્યા છે. હવે રાજ્યમાં નવા યુગની શરૂઆત થશે. તો ભાજપે પણ પતનને ભ્રષ્ટ અને અપવિત્ર ગઠબંધનનો અંત ગણાવ્યો હતો અને લોકોને સ્થિર અને સક્ષમ સરકાર આપવાનો વાયદો કર્યો હતો


Find Out More:

Related Articles: