કોરોના મહામારીને નાથવા સરકારે લીધો મહત્વનો નિર્ણય

કોરોના વાયરસને નાથવા માટે નરેન્દ્ર મોદી સરકારે અગત્યનો નિર્ણય કર્યો છે. એક પછી એક સ્વાસ્થ્ય અને વિમાનન મંત્રાલયે કેટલાંય નોટિફિકેશન જાહેર કર્યા છે. તેના અમલ બાદ આવતા એક મહિના સુધી આખી દુનિયાથી પોતાને અલગ કરી લેશે. હેતુ મેન ટુ મેન કોન્ટેકટથી ફેલાઇ રહેલા વાયરસ પર કંટ્રોલ કરવાનો છે. ભારત સરકારના નિર્ણયની થોડીક જ વારમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી.

 

ભારત સરકારે દુનિયાના કોઇપણ દેશમાંથી આવનારા લોકોના વીઝા 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રતિબંધ 13મી માર્ચ 2020થી જ લાગૂ થઇ જશે. સંયુકત રાષ્ટ્ર સાથે જોડાયેલા કર્મચારીઓ, કૂટનૈતિક મામલા અને સરકારી પ્રોજેક્ટસ સાથે જોડાયેલા અધિકારીઓ પર આ પ્રતિબંધ લાગૂ થશે નહીં. આ સિવાય બીજા કોઇ દેશમાં દાખલ થઇ શકશે નહીં. ઓવરસીઝ સિટિજન્સ ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકોને મળી રહેલી સુવિધા પણ 15મી એપ્રિલ સુધી ખત્મ કરી દેવાઇ છે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ પર્યન અને સાધારણ સત્તાવાર કામકાજ માટે ભારત આવવાનું મુશ્કેલ થશે. જો કોઇ ઇમરજન્સી જેવી સ્થિતિ છે તો ભારતીય મિશનથી ખાસ મંજૂરી લેવી પડશે.

 

સરકારે એમ પણ કહ્યું કે ભારતીય નાગરિકોને કઠોરતાપૂર્વક એ સલાહ અપાય છે કે બિનજરૂરી વિદેશી યાત્રાઓ ના કરો. જો તેઓ કયાંયથી પણ પ્રવાસ કરીને પાછા ફરશે તો તેમને કમ સે કમ 14 દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે.

 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે અમારી આકરણી પ્રમાણે COVID-19 હવે મહામારી બની ચૂકી છે. સ્વાસ્થ્ય સંગઠન આખી દુનિયામાં ફેલાઇ રહેલા આ વાયરસની સક્રિયતાથી ચિંતિત છે. આ ખતરનાક સ્તર પર પહોંચી રહ્યો છે.

Find Out More:

Related Articles: