લદ્દાખમાં ઘર્ષણ, ભારતના એક અધિકારી અને બે જવાન શહીદ
લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે. ગલવાન ઘાટીમાં સેનાઓને પાછળ કરવાની કવાયદ દરમ્યાન બંને દેશોની સેનાઓમાં ઝપાઝપીના સમાચાર છે. સેનાના મતે હિંસક સંઘર્ષમાં ભારતના એક અધિકારી અને બે જવાન શહીદ થયા છે. ચીનની તરફ કેટલું નુકસાન થયું છે આ અંગે હજુ કોઇ માહિતી આપી નથી. આ મોટા ઘટનાક્રમ બાદ બંને સેનાઓના વરિષ્ઠ અધિકારી સ્થળ પર મુલાકાત કરીને સ્થિતિ સંભાળવાની કોશિષમાં લાગ્યા છે.
ભારત અને ચીનની વચ્ચે સરહદ પર છેલ્લે ગોળી 1967માં ચાલી તી. સમાચાર આવી રહ્યા છે કે ગલવાન ઘાટીમાં અંદાજે 50 વર્ષ બાદ આ સિલસિલો તૂટી ગયો છે. ગલવાન ઘાટી એ પોઇન્ટસમાં છે જયાં ચીનની સેનાએ ઘૂસણખોરી કરી હતી. બંને દેશોની વચ્ચે કેટલાંય તબક્કાની વાતચીત બાદ, ચીની સેના કેટલાંક પોઇન્ટ પરથી પાછળ હટવા લાગી હતી. પરંતુ આ ઘટના બાદ સરહદ પર તણાવ વધુ વધવાની આશંકા છે.
આપને જણાવી દઇએ કે ભારત અને ચીનની વચ્ચે મે મહિનાની શરૂઆતથી લદ્દાખ બોર્ડરની પાસે તણાવપૂર્ણ માહોલ બનેલો હતો. ચીની સૈનિકોએ ભારત દ્વારા નક્કી કરવામાં આવેલી LACને પાર કરી લીધી હતી અને પેંગોંગ ઝીલ, ગલવાન ઘાટીની પાસે આવી ગયા હતા. ચીનની તરફથી અહીં અંદાજે 5000 સૈનિકોને તૈનાત કરાયા હતા, આ સિવાય સૈન્ય સામાન પણ એકત્રિત કરાયો હતો.