કોરોના: દરેક દેશ કૉરોનાથી પરેશાન છે ત્યારે ભારત આ વાત પર કરી રહ્યું છે ગર્વ
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 13387 થઈ ગઈ છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 437 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1007 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 23 લોકોના મોત નિપજ્યા છે. જોકે દુનિયા આખી કોરોના વાયરસ સામે ઝઝુમી રહી છે ત્યારે ભારત માટે મોટા રાહતના સમાચાર છે. ભારતમાં 1 એપ્રિલથી અત્યાર સુધીમાં કોરોના સંક્રમણ વધવાના દરમાં 40%નો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી હતી.
અગ્રવાલે જાણકારી આપી તે પ્રમાણે લોક્ડાઉનથી પહેલા ત્રણ દિવસ બે ઘણા વધારે કેસ આવી રહ્યાં હતાં. 1 એપ્રિલ બાદ ગ્રોથ ફેક્ટરમાં પણ 40 ટકાનો ઘટાડો થયો છે. 80 ટકા લોકો રિકવર થઈ ચુક્યા છે જ્યારે 20 લોકોના મોત થયા છે. આજે જીઓએમમાં લોકડાઉન પર ચર્ચા થઈ હતી જેમાં ડાયગ્નોસિસ, વેક્સીન વગેરે પર પણ ચર્ચા થઈ હતી. સરકાર માટે એક એક મોત ચિંતાનો વિષય છે પરંતુ આપણે અન્ય દેશોની સરખામણીએ ઘણું સારૂ કામ કરી રહ્યાં છીએ.