PM મોદીની મોટી જાહેરાત, આજે રાતથી 21 દિવસ માટે દેશમાં લોકડાઉન

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસનાં કેસોની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  દેશને સંબોધિત કરી રહ્યા છે. આ પહેલા 19 માર્ચનાં પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો અને જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી. અહીં વાંચે પીએમ મોદીનાં દેશનાં નામે સંબોધનની તમામ મોટી વાતો.

 

+ 21 દિવસનું લોકડાઉન લાંબો સમય છે, પરંતુ તમારા માટે અને તમારા પરિવાર માટે જરૂરી છે. 


+ અફવા અને અંધ વિશ્વાસથી બચો. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મેડિકલ ફેકલ્ટી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો. ડૉક્ટરની સલાહ વગર દવા ના લો.


+ તમામ રાજ્ય સરકારો સાથે વાત કરી છે કે અત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા સ્વાસ્થ્ય સુવિધા હોવી જોઇએ.


+ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ઝડપથી કામ કરી રહી છે. જરૂરી વસ્તુઓનો સપ્લાય કરવામાં આવશે. ગરીબોને ઓછી તકલીફ પડે એ માટે અનેક લોકો સાથે આવી રહ્યા છે. 


+ ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ માટે પ્રાર્થના કરો જેઓ સેનેટાઇઝ કરવાનાં કામમાં લાગ્યા છે. તમને 24 કલાક જાણકારી આપવા માટે કામ કરી રહેલા મીડિયાકર્મીઓ, પોલીસ કર્મચારીઓ માટે પ્રાર્થના કરો જેઓ દિવસ-રાત ડ્યૂટી કરી રહ્યા છે.

 

+ પીએમ મોદીએ કહ્યું કે – અમેરિકા, ચીન, ઇટાલીની સ્વાસ્થ્ય સુવિધાઓ ઘણી સારી, છતા ના રોકી શક્યા. કોરોનાને રોકવાનું આશાનું કારણ આ દેશોને મળેલા અનુભવોમાંથી છે જ્યારે આ કેટલાક દેશો તેને નિયંત્રિત કરી શક્યા.  આ દેશનાં લોકોએ સરકારી નિર્દેશોનું પાલન કર્યું. આ કારણે આ દેશો મહામારીમાંથી બહાર આવવામાં સફળ થઈ રહ્યા છે. આપણે પણ એ માનવું પડશે કે આપણે પાસે ફક્ત આ જ ઉપાય છે. 


+ પીએમ મોદીએ કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનો રિપોર્ટ જણાવે છે કે એક વ્યક્તિથી સેંકડો લોકોમાં આ બીમારી ફેલાય છે.


+ પીએમ મોદીએ કહ્યું કે – જો 21 દિવસ ના સંભાળ્યા તો 21 વર્ષ પાછળ જતા રહીશું.

 

 

Find Out More:

Related Articles: