નરેન્દ્ર મોદીએ આજે ફરી એક વખત દેશને સંબોધીત કરતા કહ્યું....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક વખત ફરીથી રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશને સંબોધિત કર્યો. પીએમે કહ્યું કે કોરોના લોકડાઉન દરમ્યાન લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો છે. તેમણે કહ્યું કે ડૉકટર્સ હોય, સફાઇકર્મી હોય, અન્ય સેવા કરનાર લોકો હોય, એટલું જ નહીં આપણી પોલીસ વ્યવસ્થાને લઇ પણ સામાન્ય લોકોની વિચારસરણીમાં ઘણો ફેરફાર થયો છે.
કોરોના વાયરસની વિરૂદ્ધ જંગ પર ચર્ચા કરતાં પીએમ મોદીએ કહ્યું કે તાળી, થાળી, દીવડા, મીણબત્તી આ તમામ વસ્તુઓએ જે ભાવનાઓને જન્મ આપ્યો જે ઝઝ્બાથી દેસવાસીઓએ કંઇકને કંઇક કરવાની નક્કી કર્યું, દરેકે એ વાતોને પ્રેરિત કરી છે. આપણા ખેડૂત ભાઇ-બહેનને જુઓ. તેઓ આ મહામારીની વચ્ચે પોતાના ખેતરમાં દિવસ-રાત મહેનત કરી રહ્યા છે અને એ વાતની પણ ચિંતા કરી રહ્યા છેકે દેશમાં કોઇ ભૂખ્યું ના સૂએ.
મન કી બાતમાં સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે પછી તે કરોડો લોકોની ગેસ સબ્સિડી છોડવાની હોય, લાખો સિનિયર સિટિઝીનની રેલવે સબ્સિડી છોડવાની હોય, સ્વચ્છ ભારત અભિયાનનું નેતૃત્વ લેવાનું હોય, ટોયલેટ બનાવાનું હોય આવી અગણિત વાતો છે. આ તમામ વાતો પરથી ખબર પડે છે કે આપણે બધા એક મન, એક મજબૂત દોરામાં પરોવાયેલા છીએ. એક થઇ દેશ માટે કંઇક કરવાની પ્રેરણા આપે છે.