કોરોના: જાણો નવી ગાઈડ લાઈન મુજબ કોને કોને મળી કામ કરવાની પરમિશન

કોરોના વાયરસના ચેપને રોકવા માટે લોકડાઉનનો બીજો તબક્કો દેશમાં શરૂ થયો છે. સરકારે આ અંગે નવી ગાઈડલાઈન્સ પણ આજે બહાર પાડી દીધી છે. આ મુજબ 20 એપ્રિલથી આઇટી, આઇટી એનેબલ્ડ સર્વિસીસ (ITes) અને ઇ-કોમર્સ કંપનીઓને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી સરકારે આઇટી સેક્ટરને તેના 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવા માટે ખાસ કહ્યું છે. જોકે ઈ-કોમર્સ કંપનીઓ પર આ પ્રકારની કોઈ પાબંધી નથી.

 

નવી ગાઈડલાઈન્સ અનુસાર, “દેશની ડિજીટલ અર્થવ્યવસ્થા માટે સર્વિસ ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે દેશના આર્થિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે.” ઇ-કોમર્સની જેમ સરકારી પ્રવૃત્તિઓ માટે આઇટી, આઈટીએસ, ડેટા અને કોલ સેન્ટરોનું કામ પણ શરૂ થશે. જો કે, આ સમયગાળા દરમિયાન ફક્ત શાળાઓ અને કોલેજોમાં ઓનલાઇન વર્ગો ચલાવવામાં આવશે.

 

ગૃહ મંત્રાલયે કૃષિ અને એને સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરવાની મંજૂરી આપી છે. મેન્યુફેક્ચરિંગ, SEZના ઓદ્યોગિક એકમો, નિકાસથી જોડાયેલા એકમો, ઓદ્યોગિક વસાહતોમાં 20 એપ્રિલથી કામ શરૂ થશે. ઉદ્યોગો માટે જરૂરી છે કે, સરકાર તેમને કામ કરવાની મંજૂરી આપી રહી હોય પણ તેમના કર્મચારીઓને ઓફિસ, યાર્ડ અથવા તેની બાજુમાં આવેલી કોઈ પણ બિલ્ડિંગમાં સામાજિક અંતરનું પાલન કરવું પડશે. 

Find Out More:

Related Articles: