176 પેસેન્જર ભરેલા વિમાન સાથે કોઇ દુર્ધટના ઘટી નહોતી, વાતનો થયો ખુલાસો

તેહરાનથી ઉડાન ભરેલા 176 પેસેન્જરને અકસ્માત નડ્યો હોવાની જાણકારી બાદ ઈરાને શનિવારે જાહેરાત કરી છે કે, તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલ છોડી છે. સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને માનવીય ભૂલ ગણાવવામાં આવી છે. આ પહેલાં ઈરાને ઘટનાના બે દિવસ સુધી વિમાન પર મિસાઈલ છોડી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે શુક્રવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ખાનગી સૂત્રોથી દાવો કર્યો હતો કે, વિમાન ઈરાનની મિસાઈલ અથડાવાના કારણે દુર્ઘટના ગ્રસ્ત થયું છે. ઈરાને પહેલાં બંને નેતાઓને આ દાવો કરતાં પુરાવા આપવા કહ્યું હતું, પરંતુ શનિવારે સવારે ઈરાની સરકારે ભૂલ સ્વીકારી લીધી હતી. યુક્રેનનું વિમાન બુધવારે સવારે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. તેમાં 176 લોકોના મોત થયા હતા. 

તેહરાનથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ તોડી પાડવામાં આવેલા યૂક્રેનના પેસેન્જર વિમાનની જવાબદારી ઈરાને લીધી છે. ઈરાનની સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ઈરાનની મિસાઈલોએ જ ભૂલથી વિમાનને નિશાન બનાવ્યું હતું. આ અકસ્માતમાં 176 નિર્દોષ લોકોના મોત થયા છે.

મૃતકોમાં સૌથી વધારે કેનેડા અને ઈરાનના નાગરિકો હતા. અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પહેલાથી જ ઈરાને જ વિમાન તોડી પાડ્યુ હોવાનું કહ્યું હતું. યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (યુએઆઈ) દુર્ઘટના પછી તુરંત તેમાં ટેક્નિકલ ખામી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. પાયલટ પાસે કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા માટેની આવડત હતી. અમારો રેકોર્ડ જણાવે છે કે, વિમાન 2400 ફૂટની ઉંચાઈ પર જ હતું. ક્રૂના અનુભવ પ્રમાણે ટેક્નિકલ ખામી નહિવત્ હોઈ શકે.

 

Find Out More:

Related Articles: