કોરોના સામે લડવા માટે તમામ સાસંદોના વેતનમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય

કેન્દ્રની મોદી સરકારે કોરોના સામે લડવા માટે મળેલી કેબિનેટ બેઠકમાં તમામ સાસંદોના વેતનમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. તમામ સાંસદોએ પણ આ વેતનકાપનો સ્વીકાર કર્યો છે. જે બાદ ગુજરાત સરકારે પણ કેન્દ્રને અનુસરતાં તમામ મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં પણ ધારાસભ્યની 1.5 કરોડની ગ્રાન્ટ પણ એક વર્ષ માટે કોરોના સામે લડવા માટે ખર્ચાશે.

 

આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારી આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. મુખ્ય મંત્રશ્રીએ રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની MLA લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે.

 

Find Out More:

Related Articles: