![દિલ્હી હિંસા મામલે રજનીકાંતે કેન્દ્ર સરકાર સામે કરી લાલ આંખ](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/politics/politics_latestnews/rajini-kanth-no-say-sorry95a0c199-f6ab-47fd-896e-24d797454889-415x250.jpg)
દિલ્હી હિંસા મામલે રજનીકાંતે કેન્દ્ર સરકાર સામે કરી લાલ આંખ
સાઉથ સુપરસ્ટાર રજનીકાંત હાલમાં એક વાતને લઈ ચર્ચામાં છે. દિલ્હી હિંસાને લઈ કેન્દ્ર સરકાર પર રજનીકાંતે કટાક્ષ કર્યો છે. જે પ્રમાણે દિલ્હીમાં પોલીસ અને લોકોના મોત થઈ રહ્યા છે એને અભિનેતાએ સરકારની મોટી વિફળતા ગણાવી છે. રજનીકાંતે કેન્દ્ર સરકારની કડી નિંદા કરી છે અને મીડિયા સમક્ષ સમગ્ર ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું છે.
રજનીકાંતે કહ્યું કે, આ ઘટનામાં ક્યાંક અને ક્યાંક કેન્દ્ર સરકારની કમી છે. જો તમારાથી દંગો કાબુ ન થયો હોય તો સત્તા છોડી દેવી જોઈએ. જો કે રજનીકાંતે કોઈનું નામ નથી લીધું. ઉત્તરપુર્વીમાં થયેલા દંગાને રજનીકાંતે સરકારની અસફળકા ગણાવી છે. રજનીકાંતે કહ્યું કે, લોકોની સાથે સાથે આઈબી જવાન અને દિલ્હી પોલીસના પણ મોત થયા એ કોઈ નાની વાત નથી.
આગળ વાત કરતાં રજનીકાંતે કહ્યું કે, ટ્રમ્પ ભારત આવ્યા ત્યારે તો એ લોકોએ સાવધાન રહેવું હતું. આઈબીએ પોતાનું કામ સરખું નથી કર્યું. હિંસા સામે કટાઈથી સામનો કરવો જોઈતો હતો. સરકારને ઉમ્મીદ કરતાં રજનીકાંતે કહ્યું કે, હવે તો સાવધાન થઈ જાઓ. સાથે સાથે અભિનેતાએ એમ પણ કહ્યું કે, પ્રદર્શન હિંસક ન હોવું જોઈએ.
ઉલ્લેખનિય છેકે દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી હિંસા અને વિરોધ પ્રદર્શનો બુધવારે પણ યથાવત્ રહ્યા હતા. આ હિંસામાં ૨૭ લોકોનાં મોત થયાં છે અને ૨૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હિંસામાં એક પોલીસ કર્મીનું તો મોત થયું જ હતું ત્યાં હવે બીજા એક ઈન્ટેલિજન્સ બ્યૂરોના એક કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો.