ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 380 પોઝિટિવ કેસો-28નાં મોત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 380 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. તો આજે રાજ્યમાં 28 લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. જેમાંથી 15 લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાને કારણે થયા છે. જ્યારે અન્ય 13 લોકોને અન્ય બીમારીઓ પણ હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1500 લોકો સાજા થયા છે. આજે 119 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસ 6625 થયા છે. જ્યારે કોરોનાને કારણે કુલ 396 લોકોનાં મોત નિપજ્યા છે. 

 

રાજ્યમાં કુલ 6625 પોઝિટિવ કેસો થયા છે. જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 4703 લોકોની હાલત સ્થિર છે. તેમજ સારા સમાચાર એ છે કે રાજ્યમાં અત્યાર સુધી કુલ 1500 લોકો ડિસ્ચાર્જ થયા છે. તો કુલ મોત 396 થયા છે.

જો છેલ્લા 24 કલાકમાં 28 મોતની વાત કરીએ તો, અમદાવાદમાં સૌથી વધુ 25 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેમાં 17 પુરુષો અને 8 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. જે બાદ ગાંધીનગર-સાબરકાંઠા-વડોદરામાં એક-એક મોત નિપજ્યા છે. 

Find Out More:

Related Articles: