SRPના 17 જવાનોને કોરોના પોઝીટીવ, તંત્રમાં ફફડાટ
અમદાવાદમાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ફરજ બજાવતા SRPના 17 જવાનોને કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. શહેરમાં ફરજ બજાવતા SRPના જવાન કોરોનાગ્રસ્ત થવાથી ફફડાટ વ્યાપ્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે, ગોધરા A કંપનીના જવાનો અમદાવાદમાં બંદોબસ્તમાં હતા. ત્યારે તમામનો 22 એપ્રિલે કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના કુલ આંકડો 2624 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 112 લોકોના મોત થયા છે, જ્યારે અત્યાર સુધી 258 લોકો સ્વસ્થ થયા છે.
આજે રાજ્યમાં નોંધાયેલા નવા પોઝિટીવ કેસોની વાત કરીએ તો, સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લાના થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની નોંધાયેલી છે.
કોરોના ટેસ્ટિંગને લઈને છેલ્લા બે દિવસથી ઉઠી રહેલા સવાલોને લઈને આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પોતાના હેલ્થ બુલેટિનમાં માહિતી આપી હતી. તેમણે અમદાવાદના હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં પણ એક્ટિવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કર્યો છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ આંકડો 2624 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 112 લોકોના મોત થયા છે, જ્યારે અત્યાર સુધી 258 લોકો સ્વસ્થ થયા છે.