રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 340 કેસ, 20નાં મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 340 કેસો નોંધાયા હતા. અને છેલ્લા 24 કલાકમાં 20 લોકોનાં મોત નિપજ્યા છે, તો કોરોનાનાં 282 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 9932 થઈ છે. જ્યારે અત્યાર સુધી મોતનો કુલ આંક 606 થયો છે. તો રાજ્યમાં કુલ 4035 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ડિસ્ચાર્જનો રેટ 40.62 ટકા થયો છે.
રાજ્યમાં પોઝિટિવ કેસોનો કુલ આંક 9932 થયો છે. જેમાંથી 43 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો 5248 દર્દીઓ સ્ટેબલ છે. તો ડિસ્ચાર્જનો કુલ આંક 4035 થયો છે. અને કુલ 606 લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. છેલ્લાં 24 કલાકમાં થયેલ 20 મોતમાંથી 7 લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાના કારણે થયા હતા. જ્યારે 13 લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. 20 મોતમાંથી 14 મોત અમદાવાદમાં, 3 મોત સુરતમાં, આણંદ અને મહેસાણામાં એક-એક દર્દીનું મોત થયું હતું.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 261, વડોદરામાં 15, સુરતમાં 32, રાજકોટમાં 12, ગાંધીનગરમાં 11, ગીર સોમનાથ-ખેડા-જામનગર-અરવલ્લી-મહીસાગર-સુરેન્દ્રનગરમાં એક-એક કેસ અને સાબરકાંઠામાં 2 કેસ નોંધાયા હતા.