RBI: કોરોના વાયરસની વૈશ્વિક બીમારી વચ્ચે આવ્યા રાહતના સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે આર્થિક મોરચા પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા ઉપાયોની સરાહના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે RBI દ્વારા કરવામાં આવેલી જાહેરાતોથી ક્રેડિટ સપ્લાય અને લિક્વિડિટી વધશે. એક ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘RBI દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાતોથી પ્રવાહીતામાં વૃદ્ધિ થશે અને ક્રેડિટ આપૂર્તિમાં સુધારો થશે. આ પગલાઓથી આપણા નાના વ્યવસાયો, એમએસએમઈ, ખેડૂતો અને ગરીબોને મદદ મળશે. આ ડબ્લ્યૂએમએની સીમા વધારીને તમામ રાજ્યોની મદદ પણ કરશે.’

 

ઉલ્લેખનીય છે કે શુક્રવારનાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારનાં બેંકોને રાહત આપતા કહ્યું કે તેમણે કોવિડ-19 મહામારીનાં કારણે સામે આવી રહેલી નાણાંકીય કઠણાઈઓનાં લીધે ચુકવણીથી છૂટ મળવી જોઇએ. દાસે સવારે બોલાવેલા સંવાદદાતા સંમેલનમાં નાણાંકીય ક્ષેત્ર પર વધી રહેલા દબાવને ઓછો કરવાની દિશામાં અનેક જાહેરાતો કરી.

 

RBI ગવર્નરે કહ્યું કે કોઈ દેવાને ફસાયેલું દેવું જાહેર કરવાનો 90 દિવસનો નિયમ બેંકોનાં વર્તમાન લેણાંનાં હપ્તા પરત કરવાની રોક પર લાગુ નહીં થાય. તેમણે એ પણ કહ્યું કે કોવિડ-19 મહામારીથી પેદા થયેલી નાણાંકીય દબાવની સ્થિતિને જોતા બેંકોને આગળ કોઈપણ ડિવિડન્ટ ચુકવણીથી છૂટ આપવામાં આવે છે.

 

Find Out More:

Related Articles: