કોરોના: આધુનિક શ્રવણ પિતાને તેડીને દિકરો પહોચ્યો હોસ્પિટલ

દેશમાં લોકડાઉનની સ્થિતિઓની વચ્ચે બુધવારના રોજ કેરળથી એક ખૂબ જ માર્મિક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો. પોતાના 65 વર્ષના પિતાને બીમાર જોઇ એક દીકરો તેમને હોસ્પિટલ લઇ જવા રસ્તા પર દોડતો દેખાય છે. કહેવાય છે કે પોલીસે આ શખ્સની ઘરથી એક કિલોમીટર પહેલાં જ એક રિક્ષાને આગળ ના આવવા દેતા રોકી દીધી હતી. આ રીક્ષા દર્દીને હોસ્પિટલ લઇ જવા માટે આવી હતી, પરંતુ જ્યારે પોલીસ તેને રોકી દીધી તો બીમાર પિતાને સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટે તેમના દીકરાએ તેમને તેડી લીધા અને રસ્તા પર દોડવા લાગ્યા.

આ આખી ઘટના કેરળના પનલુર શહેરમાં બની. કહેવાય છે કે બીમાર પિતાને હોસ્પિટલ લઇ જવા માટે તેમના દીકરાએ એક રીક્ષાને ઘર સુધી બોલાવી હતી. જો કે પોલીસે આ ઓટોને ઘરથી એક કિલોમીટરની એક ચેક પોસ્ટ પર જ રોકી દીધી. લોકડાઉનની વચ્ચે જ્યારે બીજો કોઇ રસ્તો ના મળ્યો તો આ શખ્સનો દીકરો તેમને તેડીને ઘરથી રીક્ષા સુધી લઇને દોડ્યો. ત્યારબાદ તેના પિતાને એ રીક્ષા સુધી પહોંચાડ્યા. ત્યાંથી તેઓ હોસ્પિટલ પહોંચી શકયા.

આ કેસમાં કેરળ રાજ્ય માનવાધિકાર પંચે ધ્યાનમાં લેતા પોલીસને પ્રશ્નો કર્યા છે. આ કેસમાં આયોગે એક કેસ પણ નોંધ્યો છે. આયોગે પોલીસને નોટિસ આપી પૂછયું કે દર્દીને લઇ જવા માટે આવેલા વાહનને કંઇ સ્થિતિમાં રોકવામાં આવ્યું?

Find Out More:

Related Articles: