ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 363 પોઝિટિવ કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 29 લોકોનાં મોત નિપજ્યા છે. અને છેલ્લા 24 કલાકમાં 392 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસનો આંક 13273 થયો છે. જ્યારે કોરોનાને કારણે કુલ 802 થયો છે. અને રાજ્યમાં ડિસ્ચાર્જનો કુલ આંક 5880 થયો છે. આમ રાજ્યનો રિકવરી રેટ 44.03 ટકા થયો છે. 

                                                              

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ 363 કેસોમાંથી અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર સોમનાથમાં 4, ગાંધીનગર-ખેડા-કચ્છ-જૂનાગઢમાં 3-3, આણંદ-મહેસાણામાં 2-2, રાજકોટ અને વલસાડમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

                                

ગુજરાતમાં અત્યાર સુધીના કોરોના કુલ પોઝિટિવ કેસો 13273 થયા છે. જેમાંથી 63 દર્દીઓની હાલત ગંભીર છે. અને 6528 દર્દીઓ સ્થિર છે. જ્યારે કુલ 5880 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને રાજ્યમાં મોતનો કુલ આંક 802 થયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ 29 મોતમાંથી 11 લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાને લીધે તો 18 લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 26, ગાંધીનગરમાં 2 અને ખેડામાં 1 દર્દીનું નિધન થયું હતું. 

Find Out More:

Related Articles: