આવતી કાલે દરેક રાજ્યના CM સાથે PM મોદી કરશે  વિડીયો કોન્ફરન્સથી વાત

દેશમાં કોરોનાનાં દર્દીઓની વધતી સંખ્યાનાં કારણે રાજ્યોથી લઇને કેન્દ્ર સુધી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારનાં તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરશે. આ દરમિયાન કોવિડ-19ને પહોંચી વળવા માટે રાજ્યોની તૈયારીઓ વિશે જાણવામાં આવશે. તેમજ જે રાજ્યમાં એવું લાગે ત્યા કડક પગલા  પણ લઇ શકાય તેવું લાગે છે. 

 

સાથે જ મુખ્યમંત્રીઓ સાથે તેમના રાજ્યમાં આવી રહેલી મુશ્કેલીઓ અને પરેશાનીઓને સાંભળશે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાનાં અત્યાર સુધી 1637 કેસ આવી ચુક્યા છે. આમાંથી 39 લોકોનાં મોત થયા છે. કોરોનાથી સૌથી વધારે સંક્રમિત દર્દીઓ મહારાષ્ટ્રથી છે. અહીં અત્યાર સુધી 320 કોરોના સંક્રમિત લોકો સામે આવી ચુક્યા છે, જ્યારે 9 લોકોનાં મોત થયા છે.

 

આ ઉપરાંત દેશની અંદર કોરોના વાયરસનાં અનેક હૉટસ્પોટ પણ બનીને તૈયાર થઈ ગયા છે જે સંકટથી ઓછું નથી. કોરોનાને પહોંચી વળવાની તૈયારીઓને લઇને વડાપ્રધાન મોદી ખુદ ફ્રંટ ફૂટ પરથી કમાન સંભાળી રહ્યા છે. આ પહેલા તેમણે મેડિકલ પ્રોફેશનલ્સ સાથે પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી.

 

ઉલ્લેખનિય છેકે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાને પહોંચી વળવા માટે આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન લોકડાઉનનાં ઉલંઘનની તસવીરો સામે આવી તો તેમણે નારાજગી પણ વ્યક્ત કરી. તેમણે તમામ રાજ્યોને કડકાઈથી લોકડાઉનનું પાલન કરાવવાની અપીલ કરી હતી.

 

Find Out More:

Related Articles: