સાવધાન!!! આગ્રામાં કોરોના વાઇરસના 6 શંકાસ્પદ કેસ, આ સ્કુલ 3 દિવસ સુધી બંધ

કોરોના વાઇરસના પ્રકોપથી ચીન બાદ ભારત પણ આ ઘાતકી વાઇરસ સામે લડી રહ્યો છે.  મંગળવારે ઉત્તરપ્રદેશના આગ્રામાં સેમ્પલ ટેસ્ટિંગ દરમિયાન કોરોના વાઇરસથી સંક્રમણના છ શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. આ 6 વ્યક્તિ સોમવારે દિલ્હીમાં સામે આવેલા કોરોના વાઇરસના દર્દીના સંપર્કમાં આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, આ 6 વ્યક્તિને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાંઆઇસોલેશનમાં મોકલી અપાયા છે. આગ્રામાં આ 6 ઉપરાંત વધુ 7માં કોરોના વાઇરસ જેવા લક્ષણ જણાતા તેમને પણ આઇસોલેશનમાં મોકલી અપાયા છે. આ 13 વ્યકિતના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ શરૂ કરી દેવાઇ છે. 

 

સોમવારે એક વ્યક્તિનો કોરોનાવાઇરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી નોએડામાં બે શાળા બંધ કરી દેવામાં આવી હતી. આ વ્યકિતના બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. નોએડાના સેક્ટર 135માં આવેલી શ્રીરામ મિલેનિયમ સ્કૂલને 3 દિવસ બંધ રાખવાનો આદેશ અપાયો છે. આ શાળાના 40 વિદ્યાર્થીઓને 28 દિવસ આઇસોલેશનમાં રાખવામાં આવશે. શુક્રવારે રાત્રે આ વ્યક્તિ દ્વારા આગ્રા ખાતે બર્થ ડે પાર્ટીનું આયોજન કરાયું હતું. તેમાં ભાગ લેનારા પાંચ પરિવારો સહિતના વિદ્યાર્થીઓને આગામી બે સપ્તાહ સુધી આઇસોલેશનમાં રખાયા છે. 

 

આ શાળામાં હાઇસ્કૂલની પરીક્ષાઓ રદ કરી દેવાઇ છે. નોએડામાં આવેલી શિવ નાદર સ્કૂલ પણ 9મી માર્ચ સુધી બંધ રાખવાનો શાળા સત્તાવાળાઓ દ્વારા નિર્ણય લેવાયો હતો.  આ પહેલા જયપુરમાં ઇટાલીના પ્રવાસી અને તેની પત્નીના કોરોના વાઇરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આ વ્યક્તિની સાથે અન્ય 18 લોકો પણ પ્રવાસ કરી રહ્યા હોવાથી તેમની પણ ચકાસણી ચાલી રહી છે.

Find Out More:

Related Articles: