પેરિયાર અંગેની ટિપ્પણી માટે માફી માગવાનો રજનીકાંતનો ઇનકાર
ચેન્નઇમાં તુઘલક મેગેઝિનની 50મી વર્ષગાંઠ નિમિત્તે કરેલા સંબોધનમાં તામિલનાડુના સમાજસુધારક પેરિયાર ઇ વી રામાસ્વામી અંગે કરેલી ટિપ્પણીથી સર્જાયેલા વિવાદ માટે દક્ષિણ ભારતના ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંતે માફી માગવાનો ઇનકાર કરી દીધો છે. રજનીકાંતે પોતાના દાવા પર અટલ રહેતાં પેરિયારની 1971ની રેલીનો ઉલ્લેખ કરતા એક અંગ્રેજી મેગેઝિનના 2017ના રિપોર્ટ અને ક્લિપિંગ્સ દર્શાવી હતી. રજનીકાંતે કહ્યું કે 1971માં સાલેમ ખાતે પેરિયાર દ્વારા આયોજિત રેલીમાં ભગવાન રામ અને સીતાને નિર્વસ્ત્ર દર્શાવવામાં આવ્યાં હતાં અને તેમને જૂતાંનો હાર પહેરાવાયો હતો. મેં કોઇ કાલ્પનિક વાત કરી નથી. તેથી હું માફી માગવાનો નથી કે ખેદ પણ વ્યક્ત કરવાનો નથી.
થાનથાઇ પેરિયાર દ્રવિડર કઝગમે રજનીકાન્ત માફી ન માગે ત્યાં સુધી તેના ઘરનો ઘેરાવ કરવાની ધમકી આપી છે. સંગઠને કોઇમ્બતુરના પોલીસ કમિશનરને પત્ર લખી રજનીકાંત સામે આઇપીસીની ધારા 153એ અને 505 અંતર્ગત કેસ નોંધવાની માગ કરી છે. સંગઠનના નેતા નેહરુદાસે જણાવ્યું હતું કે, તુઘલખના સમારોહમાં રજનીકાન્તે ખોટા આરોપ મૂક્યા છે. તેમાંથી એકપણ આરોપ સાચો નથી. રજનીકાંત રાજનીતિમાં પ્રવેશવા માટે દ્રવિડિયન અને પેરિયારની ચળવળને અવરોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રજનીકાંતે કહ્યું કે 1971માં સાલેમ ખાતે પેરિયાર દ્વારા આયોજિત રેલીમાં ભગવાન રામ અને સીતાને નિર્વસ્ત્ર દર્શાવવામાં આવ્યાં હતાં અને તેમને જૂતાંનો હાર પહેરાવાયો હતો. મેં કોઇ કાલ્પનિક વાત કરી નથી. તેથી હું માફી માગવાનો નથી કે ખેદ પણ વ્યક્ત કરવાનો નથી.