મોદી સરકાર માટે 2020ની શરૂઆતમાં જ આવ્યા સારા સમાચાર, થયો જોરદાર લાભ

નવું વર્ષ એટલેકે 2020 પ્રારંભ થઇ ગયું છે. વર્ષના પ્રારંભે જ મોદી સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. અર્થ વ્યવસ્થા સામે ઝઝુમી રહેલી મોદી સરકાર માટે GST કલેક્શને આંશિક રાહત આપી છે. ડિસેમ્બરમાં GST કલેક્શન સતત બીજા મહીને 1 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચ્યું છે. આ વાતથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. 

આર્થિક મંદીની વચ્ચે નવા વર્ષે 2020ના પહેલા દિવસે GSTના મોરચે અર્થવ્યવસ્થાને ટેકો આપે એવા એક જબરદસ્ત સારા સમાચાર મળ્યા છે. ડિસેમ્બરમાં GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચ્યું છે. સતત બીજા મહિને જીએસટી કલેક્શન વધ્યુ છે.

જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ 2019ના અંતિમ મહીનામાં કુલ જીએસટી કલેક્શન 1,03,184 કરોડ રૂપિયા રહ્યું છે. જે અગાઉ નવેમ્બરમાં 1.03 લાખ કરોડ રૂપિયા હતું. જ્યારે ઓક્ટોબર મહીનામાં આ આંકડો 95,380 કરોડ રૂપિયા હતું.

કુલ જીએસટીમાં કેન્દ્રીય જીએસટીનું કલેક્શન 19,962 કરોડ રૂપિયા અને રાજ્ય જીએસટીથી વસૂલી 26,792 કરોડ રૂપિયા નોંધવામાં આવ્યા છે. એકીકૃત જીએસટીથી વસૂલી 48,099 કરોડ રૂપિયા તથા ઉપકરથી 8331 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા.

વૈશ્વિક મંદીની અસર વચ્ચે તમામ આર્થિક પડકારોને પહોંચી વળવા મોદી સરકારે જીએસટી કલેક્શનને વધારવા માટે પ્રયાસો વધારે મજબૂત બનાવી દીધા છે. આ આવક વધારવા માટે નવા આઇડીયા આપવા તેમજ જીએસટી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓને શામેલ કરવામાં આવ્યા છે.

Find Out More:

Related Articles: