![સલમાનના કોરોના વાયરસ પર બનાવેલા ગીત ‘પ્યાર કરોના’ પર શાહરૂખે આપી આ પ્રતિક્રિયા](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/shahrukh-reacts-to-salman-corona-virus-song-pyaar-karonac62ecf0a-7c36-4ed5-8662-5416c69fc6c0-415x250.jpg)
સલમાનના કોરોના વાયરસ પર બનાવેલા ગીત ‘પ્યાર કરોના’ પર શાહરૂખે આપી આ પ્રતિક્રિયા
બોલીવુડ ખાન બ્રધર્સ શાહરૂખ અને સલમાન બંને વચ્ચે મતભેદ હતા પરંતુ હવે બંને બધુ ભૂલીને ફરીથી સારા મિત્ર બની ગયા છે. આ બંનેની મિત્રતા એવી છે કે ઘણી વખત એકબીજાની ફિલ્મોમાં પણ કેમિયો અથવા નાનકળો રોલ કરતા દેખાય છે. આ બંને સમયાંતરે એકબીજા સાથે મજાક અને ચુટકી પણ લેતા હોય છે.
લોકડાઉન દરમિયાન શાહરૂખ ખાને સલમાન ખાન દ્વારા કોરોના વાયરસ પર બનાવેલા ગીત ‘પ્યાર કરોના’ પર ચુટકી લેતા રિએક્શન આપ્યું છે. આપણે જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન શાહરૂખ ખાન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે કોરોના વાયરસ અંગે લોકોને જાગૃત કરવા માટે પણ કામ કરી રહ્યો છે. સાથે શાહરૂખ ખાને ટ્વિટર પર #AskSrk ચલાવ્યું હતું. જેમાં ફેન્સના સવાલોના દિલચસ્પ જવાબ આપ્યા હતા.
આ દરમિયાન એક ફેને શાહરૂખ ખાનથી સલમાન ખાનના કોરોના ગીત પર રિએકશન માંગ્યું. તો શાહરૂખે મજેદાર અને રમૂજી અંદાજમાં જવાબ આપતા લખ્યું કે,‘ભાઈ કમાલનો સિંગલ અને સિંગર છે.’ શાહરૂખે આ ટ્વીટ સાથે સલમાનના સિંગલ હોવા પર ચુટકી લીધી. ફેન્સને શાહરૂખનો આ જવાબ ખૂબ પસંદ આવી રહ્યો છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે સલમાન ખાને કોરોના વાયરસ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા ‘પ્યાર કરોના’ સોન્ગ આજે રીલીઝ કર્યું છે.