JNUને સપોર્ટ આપવો દીપિકાને પડ્યો ભારે, બ્રાન્ડ દીપિકાથી ભડકી
JNUને પરપોર્ટ કરવો દીપિકાને ભારે પડ્યો છે. છપ્પાક પર પ્રતિબંધ બાદ જાહેરાતમાં દર્શાવવા પર પણ દરેક બ્રાન્ડ દીપિકાને લેવા પર વિચારણા કરી રહી છે. દેશમાં વિજ્ઞાપનો અને ફિલ્મો માટે સૌથી વધુ પૈસા લેનાર અભિનેત્રી દિપીકા પાદુકોણ સાથે જોડાયેલી બ્રાન્ડસના માલિકો હવે ગભરાયા છે. જેએનયુમાં હુમલાના વિરોધમાં થયેલા એક પ્રદર્શનમાં દિપીકા પાદુકોણે હાજરી આપતા તેણીથી નારાજ એક વર્ગે દિપીકાની નવી ફિલ્મ છપાકનો વિરોધ શરૂ કર્યો છે. આ વિવાદને જોતા બ્રાન્ડસ પણ સતર્કતા દાખવી રહ્યા છે. કેટલીક બ્રાન્ડસે કહ્યુ છે કે અમે દિપીકાવાળી જાહેરાતોને બતાડવાનું હાલ ઓછુ કરી નાખ્યુ છે. અમારે કોઈ વિવાદ નથી જોઈએ.
છપાક ફિલ્મના રીલીઝ પહેલા દિપીકા ૭ જાન્યુઆરીએ જેએનયુ કેમ્પસ ગઈ હતી. ગુંડાઓના હુમલામાં ઘાયલ જેએનયુ છાત્ર સંઘ અધ્યક્ષ ઘોષ પાસે ઉભેલી દિપીકાની તસ્વીર વાયરલ થઈ હતી. ભાજપના અમુક નેતાઓએ તેણીની ફિલ્મનો બહિષ્કાર કરવા જણાવ્યુ હતું.
૪૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મનું કલેકશન પણ ઢીલુ રહ્યુ છે. એક બ્રાન્ડસે કહ્યુ છે કે અમે તેની જાહેરાત બે સપ્તાહ માટે બંધ કરી છે. દિપીકા બ્રિટાનિયાના ગુડ ડે, લોરીયલ, તનિષ્ક, વિસ્તારા એરલાયન્સ, એકસીસ બેન્ક સહિત કુલ ૨૩ બ્રાન્ડસ સાથે જોડાયેલી છે. તેનુ નેટવર્ક ૧૦૩ કરોડનુ છે. ટ્વીટર પર તેના ૨.૬૮ કરોડ ફોલોઅર્સ છે. જાણવા મળે છે કે તે એક ફિલ્મ માટે તે ૧૦ કરોડ અને જાહેરાત માટે ૮ કરોડ લે છે. હવે કંપનીઓ પોતાનુ નફા-નુકશાન જોઈ રહી છે. એક બ્રાન્ડસનું કહેવુ છે કે અમે સેલીબ્રિટીને રાજકીય મામલાથી દૂર રહેવા સલાહ આપી રહ્યા છે.