અમેરિકા-ઇરાન યુધ્ધને લઇને આવ્યા ખાસ સમાચાર, જો ટ્રમ્પ આ પગલું ભરશે તો...

અમેરિકા-ઇરાન વચ્ચે ચાલી રહેલ તણાવને લઇને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહમાંથી ઇરાનની વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી માટે તેના અધિકાર સીમિત કરવાનો ‘વૉર પાવર્સ’ પ્રસ્તાવ પસાર થઇ ગયો છે. ડેમોક્રેટિક સાંસદોના મેજોરિટીવાળા નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પ્રસ્તાવના પક્ષમાં 194 વોટ પડ્યા. હવે આ પ્રસ્તાવને કોંગ્રેસના ઉપલા સદન સેનેટમાં રજૂ કરાશે. જ્યાં તેના ભાગ્યનો નિર્ણય થવાનો છે. જો સેનેટમાંથી પણ પ્રસ્તાવ પાસ થઇ જયા છે તો તેના પ્રભાવમાં આવવા માટે ટ્રમ્પના હસ્તાક્ષરની જરૂર પડશે નહીં. જો કે રિપબ્લિકન સાંસદોના મેજોરિટીવાળા સેનેટમાં પ્રસ્તાવને પસાર કરવો થોડોક મુશ્કેલ છે. 

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર અને ડેમોક્રેટ સાંસદ નેન્સી પેલોસીની અધ્યક્ષતામાં વૉર પાવર્સ પ્રસ્તાવ માટે વોટિંગ થયું. આ દરમ્યાન પ્રસ્તાવના પક્ષમાં 194 વોટ પડ્યા. આપને જણાવી દઇએ કે ઇરાનના સૌથી તાકાતવાર ટોચના કમાન્ડરલ જનરલ કાસિમ સુલેમાનીના અમેરિકા દ્વારા એર સ્ટ્રાઇક હુમલામાં માર્યા ગયા બાદ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો હતો. જો કે બુધવારના રોજ ઇરાનની સાથે શાંતિની રજૂઆત કર્યા બાદ હાલ કોઇપણ પ્રકારના યુદ્ધની આશંકા ભલે ખત્મ થઇ ગયો પરંતુ ટ્રમ્પ અને યુએસ કોંગ્રેસની વચ્ચે ટેન્શન વધતું જઇ રહ્યું છે. 

ટ્રમ્પે આની પહેલાં સંસદને માહિતી આપ્યા વગર જ ઇરાકમાં ઇરાનના કમાન્ડર જનરલ સુલેમાની પર ડ્રોન એટેકની મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ અમેરિકન સાંસદોએ તેમના આ પગલાંની આલોચના કરી હતી. નેન્સી પેલોસીએ યુએસ સાંસદોને લેટર લખીને રાષ્ટ્રપતિની સૈન્ય કાર્યવાહીને સીમિત કરવાનો પ્રસ્તાવ મૂકયો હતો. તેના પર ટ્રમ્પે કહ્યું હતું કે સુલેમાનીને મારવાનો વિરોધ એ લોકો જ કરી રહ્યા છે જે રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા માંગે છે.

 

Find Out More:

Related Articles: