શિલ્પાની આ હરકતથી નારાઝ થયા ફેન્સ
એક્ચ્યુલી શિલ્પા એક રેસ્ટોરામાં ડિનર કરવા ગઇ હતી જ્યાં કેટલાક લોકો ડાન્સ કરી રહ્યાં હતાં જેના પગ પાસે કેટલાક લોકો ડિશ તોડી રહ્યાં છે. શિલ્પા પણ આ વિડીયોમાં પ્લેટ તોડતી જોવા મળી હતી. વિડિયા સાથે શિલ્પાએ કેપ્શનમાં લખ્યું કે પ્લેટ તોડો અને સફાઇથી બચો. કાલેરાત્રે ખૂબ જ મજા આવી પ્લેટ ફેંકીને બધી જ નકારાત્મકતાને દૂર કરવી અને સાથે ડાંસ કરવો આ ખૂબ જ સુંદર કોન્સેપ્ટ છે.. આ કમેન્ટ પછી અનેક યુઝર્સે તેના પર ગુસ્સો કરવાનો શરૂ કર્યો હતો સાથે જ તેની આ હરકતને પૈસાનો વ્યય ગણાવ્યો હતો. એક યૂઝરે તો ત્યાં સુધી કહી દીધું કે શિલ્પાનો આ વ્યવહાર બેદરકારી ભર્યો છે. હું ખૂબ જ નિરાશ થયો છું અને કોણે કહ્યું કે પ્લેટ તોડવાથી નકારાત્મકતા ઓછી થાય છે. કેટલાક લોકોએ તો શિલ્પાને ત્યાં સુધી કહી દીધું કે આ પ્લેટ્સ તમે કોઇ ગરીબ વ્યક્તિને પણ આપી શક્યા હોત.