જબરિયા જોડીએ માણ્યું ફાયર પાન

Shukla Hemangi
સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા આજકાલ પોતાની આગામી ફિલ્મ જબરિયા જોડીનું પ્રમોશન કરી રહ્યાં છે અને તેમાં પણ રાજધાની દિલ્હીમાંનું તેમનું આ પ્રમોશન ખૂબ જ ખાસ રહ્યું. દિલ્હીમાં સીડ અને પરીની આ જોડીએ ફાયર પાન ખાઘું અને તેમની આ મોમેન્ટ તેમના ફેન્સ માટે ખૂબ જ યાદગાર બની ગઇ હતી.   

બંને સ્ટાર્સ જ્યારે ફાયરપાનના સ્ટોર પર પહોંચ્યા ત્યારે દુકાન બહાર રીતસરની ભીડ જમા થઇ ગઇ હતી. આ ભીડ જોઇને સિદ્ધાર્થ અને પરિણીતી પહેલા તો રીતસરના નર્વસ થઇ ગયા હતાં અને પછી ધીમે ધીમે તેઓ પોતાના ફેન્સને ચીયર્સ કરતાં જોવા મળ્યાં હતાં. આ પાન ચાખ્યા પછી બંને સ્ટાર્સે સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરી હતી. જેને પણ સોશિયલ મીડિયામાં સારો એવો રિસપોન્સ મળ્યો હતો. મહત્વનું છે કે સિદ્ધાર્થ અને પરિણીતીની આ આગામી ફિલ્મ 2જી ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ બિહારની પકડવા પ્રથા પર આધારિત છે. જેમાં વરરાજાને કિડનેપ કરીને જબરદસ્તી તેમના લગ્ન કરાવવામાં આવે છે.  


Find Out More:

Related Articles: