વાઇરલ થઇ રહ્યું છે ચંદ્રમુખી ચૌટાલાનું આ યોગાસન

Narayana Molleti
ચંદ્રમુખી ચૌટાલાના નામે ઘરે ઘરે પ્રખ્યાત થનાર ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતી રહે છે. કવિતાએ સોશિયલ સાઇટ પર પોતાનો એક ફોટો શેર કર્યો જેમાં આ અભિનેત્રી પોતાની કોણી પર આખા શરીરનું વજન આવે તે રીતે એક યોગ કરતાં જોવા મળી હતી. તેનો આ ફોટો જોઇને તેમના ફેન મોઢામાં આંગળા નાંખી ગયા હતાં.


પોતાનો આ ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું હતું જ્યારે તમને સાચી પ્રેરણા મળે તો તમારે કોઇ સપોર્ટની જરૂરત નથી પડતી. આ સાથે જ અભિનેત્રીએ પોતાની આ પોસ્ટમાં કેટરિના પાટિમોને ટેગ કરી હતી અને તેનો આભાર માનતા લખ્યું કે ધન્યવાદ કૈટરીના ફ્કત કોણી પર ટકી છું હૈ ને વિરાટ કોણી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ કૈટરીના પાટીમોએ પણ આ અપ્રકારનો યોગાસન શેર કર્યો હતો જેમાં તે પણ ફક્ત કોણી પર યોગ કરતી દેખાઇ હતી. 


Find Out More:

Related Articles: