ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એક વખત સેનામાં જોવા મળશે. તેઓ 31 જુલાઇથી 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન જોઇન કરશે. આ સમય ગાળામાં ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટેઇંડીઝના પ્રવાસે જશે. લેફ્ટીનેન્ટ કર્નલ ધોની અંગે એ માહિતી આપવામાં આવી છે કે તે 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન સાથે 31 જુલાઇથી 15 ઓગસ્ટ સુધી રહેશે. જ્યાં તેઓ કાશ્મીરમાં વિક્ટર ફોર્સનો એક ભાગ રહેશે.
ધોનીને પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ આપવામાં આવશે. આ ટ્રેનિંગ દરમ્યાન તેઓ જવાનો સાથે જ રહેશે. મહત્વનું છે કે ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિના વેસ્ટ ઇડિંઝના પ્રવાસે જઇ રહી છે. આ પ્રવાસ દરમ્યાન રિષભ પંત વિકેટ કિપિંગ કરશે. મહત્વનું છે કે ધોનીએ બીસીસીઆઇને અગાઉથી જણાવી દીધું હતું કે તેઓ આ સીરિઝ દરમ્યાન આ ક્રિકેટ ટીમનો ભાગ નહીં બની શકે.