બેંગલુરુમાં કોરોના વાયરસનું ડરામણું રૂપ, અંતિમ સંસ્કાર માટે લાંબી કતાર

frame બેંગલુરુમાં કોરોના વાયરસનું ડરામણું રૂપ, અંતિમ સંસ્કાર માટે લાંબી કતાર

કર્ણાટકના બેંગલુરુમાં કોરોના વાયરસનાં પ્રકોપનું ડરામણું રૂપ જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસનાં કારણે બેંગલુરુમાં એટલા મોત થયા છે કે ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇન લાગી છે. શહેરનાં અલગ અલગ વિસ્તારોથી આવી રહેલી એમ્બ્યુલન્સ લાઇનબદ્ધ થઈને ઇલેક્ટ્રિક સ્મશાનગૃહની બહાર પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યા છે.

                                                           

બેંગલુરુનાં આ ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કોવિડ અને બીજા કારણોથી થયેલા મોતો બાદ ડેડબૉડીને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે. ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કામ કરનારા લોકોએ જણાવ્યું કે કોરોનાથી થયેલા મોત બાદ ડેડબૉડીનાં અંતિમ સંસ્કાર કર્યા પછી બીજી ડેડબૉડી લાવવાની વચ્ચે કેટલોક સમય લાગી છે. આ કારણે સમય વધારે ખર્ચ થાય છે.

 

બેંગલુરુ મહાનગર પાલિકાનાં આંકડાઓ પ્રમાણે આ વિસ્તારમાં 1 મે 2020થી લઇને 17 જુલાઈ 2020 સુધી 4 હજાર 278 લોકોનાં મોત થયા છે. આ આંકડાઓમાં કોરોનાથી થયેલા મોત ઉપરાંત અન્ય મોત પણ સામેલ છે.


કર્ણાટકમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 59652 થઈ ગઈ છે. અહીં પર કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 36637 છે. અહીં અત્યાર સુધી 21775 લોકો કોરોનાથી ઠીક થઈ ચુક્યા છે, જ્યારે કુલ 1240 લોકોનાં મોત થયા છે.

 

Find Out More:

Related Articles:

Unable to Load More