આફતો સામે લડનાર ખેડુતો માટે આવ્યા રાહતના સમાચાર, નહીં વેઠવું પડે નુકશાન
આ સમાચાર ખેડુત માટે છે, કમોસમી આફતો સામે લડી રહેલ ખેડુત માટે સરકાર નવી નવી યોજના બહાર લાવતી જ રહે છે. આ વખતે પણ સરકારે ખેડુત માટે વધુ એક યોજના લઇને આવી છે, ખેડુતોએ જો ખરીફ પાકને દુષ્કાળ, પૂર, ભૂસ્ખલન, ધોધમાર વરસાદ, કરા, વાવાઝોડા, જંતુઓના હુમલા, કુદરતી આગ અને ચક્રવાતનાં જોખમથી સુરક્ષિત રાખવો હોય તો પ્રધાનમંત્રી પાક વીમો (PMFBY-Pradhan Mantri Fasal Bima Yojana) જરૂર કરાવો.
માહીતી મુજબ પાક વીમાની નોંધણી ફ્રી કરવામાં આવી છે. માત્ર પ્રીમિયમ જમા કરાવવું પડશે. અનાજ અને તેલીબિયાંના પાક માટે, માત્ર 2 ટકા અને વાણિજ્યિક અને બાગાયતી પાક માટે 5 ટકાની વીમા રકમ પર વીમો મેળવી શકાય છે. બાકીનું પ્રીમિયમ કેન્દ્ર સરકાર અને રાજ્યો દ્વારા જમા કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને પાકોનો વીમો કરાવવા અપીલ કરી છે. જેથી ખેડૂતોનું જોખમ ઘટાડી શકાય.
રિપોર્ટ પ્રમાણે કોઈ પ્રાકૃતિક આપદા આવે કે તો ખેડૂતોને વીમા કંપની ચુકવણી કરશે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આની અંતિમ તારીખ 31 જુલાઈ છે. કૃષિ મંત્રીએ કહ્યું કે આ યોજના ખેડૂતોને પાકના નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે. આ યોજનાને બધા ખેડૂતો માટે ખરીફ સીઝન-2020થી સ્વૈચ્છિક કરવામાં આવી છે. હવે, દેવા બાકીવાળા ખેડૂતો નોમિનેશનની કટ-ઓફ તારીખના સાત દિવસ પહેલા તેમની બેંક શાખાને એક સરળ ઘોષણા ફોર્મ આપીને યોજનામાંથી પોતાને અલગ કરી શકે છે.