CM નિવાસ્થાને ફરજ બજાવનાર 64 પોલીસ કર્મિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેરે દિવસ-રાત ડ્યૂટી કરી રહેલા 64 પોલીસ કર્મચારીઓને ભરડામાં લેવાયા છે જી હા અહી CMના નિવાસ્થાન પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેમાં 12 અધિકારી પણ સામેલ છે, જ્યારે 52 કૉન્સ્ટેબલ છે. આમાંથી 34 પોલીસ કર્મચારી એકલા મુંબઈથી છે જ્યાં અત્યારે સૌથી વધારે કોરોનાનાં દર્દીઓ છે. આ પહેલા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનાં મુંબઈ સ્થિત સત્તાવાર નિવાસસ્થાને તૈનાત મહિલા પોલીસ કર્મચારી કોરોના પૉઝિટિવ મળી આવી છે.                                     

 

મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી મહિલા એએસઆઈનાં કોરોના સંક્રમિત મળી આવ્યા બાદ સાવધાનીરૂપ પગલાં ઉઠાવતા તૈનાત 6 અન્ય પોલીસ કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરી લેવામાં આવ્યા છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે માલાબાર હિલ્સ સ્થિત સીએમનાં સત્તાવાર આવાસ ‘વર્ષા’માં બે દિવસ પહેલા એક આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર અને એક કોન્સ્ટેબલને તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે તેમનું સેમ્પલ લેવામાં આવ્યું તો એએસઆઈ કોરોના પોઝિટિવ મળી.

 

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અત્યારે બાંદ્રા સ્થિત પોતાના નિવાસસ્થાન ‘માતોશ્રી’માં રહે છે અને સત્તાવાર કામકાજ માટે ‘વર્ષા’માં આવે છે. મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધતુ જઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. આ પહેલા મુંબઈનાં 50થી વધારે મીડિયા કર્મચારી, જેમા કેમેરામેન, રિપોર્ટર, ફોટોગ્રાફર પોઝિટિવ મળ્યા. જો કે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે.

Find Out More:

Related Articles: