અમદાવાદમાં કોરોના વાયરસ ના ત્રણ પોઝિટિવ દર્દીઓ સાજા થઈ ઘરે ગયા
શહેરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં 23 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે અને તેમાંથી ત્રણના મોત પણ થઈ ગયા છે. આજે શહેરમાં ત્રણ વૃદ્ધ દર્દી સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. 62 વર્ષની મહિલા અને 65 વર્ષના વૃદ્ધને રજા આપવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં 2 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જે નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવી હતી.
અમદાવાદ કલેક્ટરે બે જાહેરનામા બહાર પાડ્યા છે. જેમાં મકાન ખાલી કરાવવા મકાન માલિક મજબૂર કે જબરજસ્તી નહિં કરી શકે,કન્સ્ટ્રકશન સાઇટમાં કામકરતા મજૂરની રહેવા અને જમવાની વ્યવસ્થા કન્સ્ટ્રકશન સાઇટના માલિકે કરવાની રહેશે. જો જાહેરનામાંનો ઉલ્લંઘન થશે તો માલિકો સામે કલમ 135 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતમાં લોકડાઉન કરાવવાની જવાબદારી પોલીસના શિરે છે. પોલીસ ઘરની બહાર નીકળતા તમામ લોકો પર કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે શહેરના ગુજરાત કોલેજ પાસે પોજ લીસ કર્મચારીઓએ ભેગા થઈને ક્રિકેટ રમતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ક્યારે પોલીસને પણ એકબીજાથી એક નિશ્ચિત અંતર રાખવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, ઘણા ક્વોરેન્ટાઇન લોકોનો ઇન્ક્યુબિશન પિરિયડ પૂરો થતો હોવાથી આ અઠવાડિયું ઘણું જ સંવેદનશીલ હોવાથી લોકોને ઘરેથી બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે.