ભારતમાં મુકેશ અંબાણી પછી બીજા ક્રમના ધનિક બન્યા રાધાકિશન દામાણી
ભારતનાં સૌથી મોટા મુકેશ અંબાણી પછી બીજા ક્રમનાં ધનિક એવન્યૂ સુપર માર્ટ એટલે કે ડી-માર્ટનાં સ્થાપક રાધાકિશન દામાણી બન્યા છે. આ અઠવાડિયે જ તેઓ સૌથી મોટા છઠ્ઠા ક્રમનાં અમીર બન્યા પછી ૩ દિવસમાં જ ૪ પગથિયાની છલાંગ લગાવીને બીજા ક્રમ પર પહોંચ્યા છે. ફોર્બ્સની ધનિકોની યાદીમાં HCLનાં સ્થાપક શિવ નાદર. બેન્કર ઉદય કોટક, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને લક્ષ્મી મિત્તલને પછાડીને બીજા ક્રમનાં ધનિક બન્યા છે. સામાન્ય રીતે રાધાકિશન દામાણી લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કરે છે અને સારા રોકાણકાર છે.
દામાણી સંપત્તિની બાબતમાં હવે ફક્ત મુકેશ અંબાણીથી જ પાછળ છે. મુકેશ અંબાણી ભારતનાં જ નહીં પણ એશિયાનાં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. શુક્રવારે દામાણીની સંપત્તિ ૯૬ મિલિયન ડોલર પર પહોંચી હતી. મુકેશ અંબાણીની સંપત્તિ ૫૭.૯ અબજ ડોલર છે. ગુરુવારે એવન્યૂ સુપર માર્ટનાં શેરનું મૂલ્ય ૦.૫૪ ટકા વધ્યા પછી તેમની સંપત્તિમાં વધારો થયો છે.
રોકાણકારો દામાણી એવન્યૂ સુપર માર્ટ ઉપરાંત અન્ય કંપનીઓમાં ઇક્વિટી હિસ્સો ધરાવે છે. જેમાં ઇન્ડિયા સિમેન્ટ, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ, સિમ્પલેક્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. દેશની સૌથી મોટી ગ્રોસરી રિટેલ કંપનીમાં એવન્યૂ સુપર માર્ટનાં ૧૯૬ સ્ટોર છે. દામાણીએ સંસ્થાકીય રોકાણકારોને કંપનીનાં ૨.૮૮ ટકા શેર વેચવાની ઓફર કરી છે. જેનાથી રૂ. ૩,૦૩૨ કરોડ ઊભા થશે. ઉલ્લેખનિય છેકે કોરોના વાયરસને લીધે ચીનની આર્થિક સ્થિતી મંદ પડી ગઇ છે. જેની અસર ભારતના અર્થતંત્ર પર પડી છે.