PM મોદીએ કરી નિર્મલા સીતારમણનાં બજેટની ભરપુર પ્રશંસા
સંસદમાં નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ પીએમ મોદીએ પણ બજેટ પર દેશની જનતા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરનારું છે. તેમણે આગળ કહ્યું કે ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારને વધારવામાં આવશે. મોદીએ કહ્યું કે ટેક્સ સ્ટ્રક્ચરમાં બદલાવ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ બજેટ પર વાત કરતા કહ્યું કે, “હું આ દશકનાં પહેલા બજેટ માટે, જેમાં વિઝન પણ છે, એક્શન પણ છે, નાણામંત્રી નિર્મલા સીતારમણજી અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, “ખેડૂતની આવક બમણી થશે, આના પ્રયાસોની સાથે જ 16 એક્શન પોઇન્ટ્સ બનાવવામાં આવ્યા છે જે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારને વધારવાનું કામ કરશે. બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે INtergrated Apporch અપનાવવામાં આવ્યો છે, જેનાથી પરંપરાગત રીતોની સાથે જ હૉર્ટિકલ્ચર, ફિશરીઝ, એનીમલ હસ્બેંડ્રીમાં વેલ્યૂ વધશે અને આનાથી પણ રોજગાર વધશે. બ્લૂ ઇકોનોમી અંતર્ગત યુવાઓને ફિશ પ્રોસેસિંગ અને માર્કેટિંગ ક્ષેત્રમાં પણ નવી તકો મળશે.”

પીએમ મોદીએ કહ્યું કે, “ટેકનિકલ ટેક્સટાઇલ માટે નવા મિશનની જાહેરાત થઈ છે. મેનમેડ ફાઇબરને ભારતમાં પ્રોડ્યૂઝ કરવા માટે તેના રૉ મટેરિયલનાં ડ્યૂટી સ્ટ્રક્ચરમાં રીફોર્મ કરવામાં આવ્યું છે.