149 વર્ષ બાદ દેખાશે આ ખાસ ચંદ્રગ્રહણ

Narayana Molleti
આજે ભારત સહિત અનેક દેશોમાં અનોખું ચંદ્રગ્રહણની જોવા મળશે. તેમાં પણ આજે અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમા છે. 149 વર્ષ પહેલાં એટલે કે 12 જુલાઇ 1870ના દિવસે પણ ગુરુપૂર્ણિમાના દિવસે જ આ પ્રકારનું ગ્રહણ જોવા મળ્યું હતું. હિંદુ પંચાગ પ્રમાણે આ ખંડગ્રાસ ગ્રહણ છે.


આ ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 ક્લાક અને 58 મીનિટનો રહેશે.  ભારતીય સમય અનુસાર 16 જુલાઇ રાત્રે 1 વાગીને 31 મીનિટે આ ગ્રહણ શરૂ થશે જ્યારે 17મી જુલાઇએ સવારે 4 વાગી ને 30 મીનિટે આ ગ્રહણ પૂર્ણ થશે. જો કે આ ગ્રહણનો સૂતકકાળ સાંજે 4.31 મીનિટથી શરૂ થશે. ભારતના પૂર્વીય વિસ્તારો જેવા કે બિહાર, અસમ, બંગાળ અને ઓડિશા જેવા વિસ્તારોમાં ગ્રહણ જોવા મળશે,  ઉપરાંત પાકિસ્તાન, ચીન, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા જેવા દેશોમાં પણ આ ગ્રહણ જોવા મળશે. વૈજ્ઞાનિકોના મતે આ ગ્રહણને કોઇ પણ વ્યક્તિ પોતાની આંખે જોઇ શકશે.


Find Out More:

Related Articles: