ક્રિકેટ સીઝન હજી માંડ પૂરી થઇ છે ત્યારે જાણિતા અભિનેતા અક્ષય કુમારે મોટો ખુલાસો કર્યો છે કે તેના દિકરા આરવને ક્રિકેટ જરા પણ પસંદ નથી. ફિલિપ્સ હ્યુ ક્રિકેટ લાઇવમાં ભાગ લેતા અભિનેતાએ જણાવ્યું હતું કે મને નાનપણથી ક્રિકેટનો ખૂબ જ શોખ છે પણ મારા દિકરા આરવને જરા પણ ક્રિકેટ પ્રત્યે નફરત છે. આરવનું આ વલણ એટલા માટે છે કે કારણકે હું ખૂબ ક્રિકેટ જોઉં છું. જો કે મારી છ વર્ષની દિકરી નિતારાને ક્રિકેટ ખૂબ જ ગમે છે અમને જ્યારે પણ તક મળે ત્યારે અમે સાથે બેસીને ક્રિકેટ જોઇએ છીએ. આ બહાને અમે એક બીજા સાથે સમય વીતાવીએ છીએ.
પૂર્વ ક્રિકેટર ગાંગલી અને હરભજન સિંહ સાથે પોતાની જુની યાદો તાજી કરતાં અક્ષય કુમારે હું જ્યારે શાળામાં હતો ત્યારે સ્કૂલની ક્રિકેટ ટીમમાંથી રમતો. મોટાભાગના ખેલાડીઓની પસંદગી તેમના બેટિંગ અથવા બોલિંગ ટેલેન્ટના કારણે થતી પરંતુ મારી પસંદગી મારી ફિલ્ડીંગના કારણે થઇ હતી.