![રામાયણ અને મહાભારતની દુરદર્શન પર લોકપ્રિયતા જોતા આ નવી સીરિયલ થશે પ્રસારીત](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/given-the-popularity-of-ramayana-on-doordarshan-this-new-serial-will-be-airedb07a8fa0-1856-4bec-95b6-306070677517-415x250.jpg)
રામાયણ અને મહાભારતની દુરદર્શન પર લોકપ્રિયતા જોતા આ નવી સીરિયલ થશે પ્રસારીત
લોકોની ભારે માંગ બાદ દૂરદર્શન પર 80 અને 90 ના દાયકાની સિરીયલો ફરીથી પ્રસારિત કરવામાં આવી હતી. રામાનંદ સાગરના રામાયણ અને બીઆર ચોપરાના મહાભારતને તે જમાનામાં જે પ્રેમ મળતો હતો તે પ્રેક્ષકો તરફથી હજી પ્રેમ મળી રહ્યો છે. અહેવાલ છે કે રામાયણ પછી ટૂંક સમયમાં જ એક બીજી ઐતિહાસિક સિરિયલ ટૂંક સમયમાં દૂરદર્શન પર શરૂ થવા જઈ રહી છે, જેનું નામ ‘શ્રી કૃષ્ણ’ છે. રામાનંદ સાગરે ‘શ્રી કૃષ્ણ’નું નિર્દેશન પણ કર્યું હતું. ડીડી નેશનલ દ્વારા ખુદ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપવામાં આવી છે.
દૂરદર્શને તેમના પ્રેક્ષકોને જાણકારી આપતા એક ટ્વીટ કરી કહ્યું છે ખુશખબરી… આપણા પ્રેક્ષકો માટે !! ‘શ્રી કૃષ્ણ’ જલ્દી આવે છે. રામાયણ અને મહાભારતનાં વારંવાર ટેલિકાસ્ટ પછી, રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી ટીવી સીરિયલ ‘શ્રી કૃષ્ણ’ ફરી શરૂ કરવામાં આવે તેવી સતત માંગ કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન શરૂ થયેલા બંને કાર્યક્રમોએ દૂરદર્શનની ટીઆરપી રેન્કિંગને ટોચ પર રાખ્યું છે. લોકોની ભારે માંગ બાદ હવે ચેનલ ટૂંક સમયમાં ‘શ્રી કૃષ્ણ’ શરૂ કરવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે આ શો 1993 માં દૂરદર્શનની મેટ્રો ચેનલ પર પ્રસારિત થયો હતો અને તે પછી તે 1996 માં દૂરદર્શન પર પ્રસારિત થયો હતો. આ શોમાં શ્રી કૃષ્ણનું પાત્ર સર્વદમન ડી. બેનરજીએ ભજવ્યું હતું. સર્વદમન બેનર્જીને આ શોથી ઘણી લોકપ્રિયતા મળી. લોકો તેને ખરેખર ભગવાન શ્રીકૃષ્ણ માને છે. તે રામાયણ, ‘અર્જુન’, ‘જય ગંગા મૈયા’ અને ‘ઓમ નમ: શિવાય’ જેવા શોમાં પણ નજરે પડ્યા હતા.