પ્રિયંકા-નિક સતત 8 દિવસથી એક રૂમમાં બંધ, પ્રિયંકાને લાગે છે આ ભય

Sharmishtha Kansagra

કોરોનાના કહેરથી આખી દુનિયામાં ફફડી રહી છે. ત્યારે અનેક સેલેબ્રિટી રૂમમાં પુરાઈ ગયા છે. સરકાર પણ કહી રહી છે કે, આ સમયે ઓછામાં ઓછા લોકો સાથે સંપર્કમાં આવો. પોતાની સલામતી માટે ગ્લોબલ આઇકોન બની ગયેલી પ્રિયંકા ચોપરા અને તેમનો પતિ નિક જોનાસ પણ હાલમાં સેલ્ફ આઇસોલેશનમાં જ છે. એટલું જ નહીં પણ તે છેલ્લા 8 દિવસથી રૂમમાં જ બંધ છે. 

 

પ્રિયંકા ચોપરાએ આ બધી માહિતી ઇન્સ્ટાગ્રામ લાઇવ થઈને આપી હતી. પ્રિયંકાએ હાલમાં તેના પતિ નિક સાથે છેલ્લા 8 દિવસથી સેલ્ફ આઇસોલેશનમાં છે. ત્યારે ઇન્સ્ટા લાઇવ પર વાત કરતા પ્રિયંકાએ કહ્યું કે- અમારું જીવન એકદમ બદલાઇ ગયું છે. કોઇ ફિલ્મ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. નિક અને હું એક સપ્તાહથી ઘર પર જ છીએ. અને આ અમારો 8મો દિવસ છે.

 

પ્રિયંકાએ આગળ વાત કરી કે, અમે હંમેશા એટલા વ્યસ્ત રહીએ છીએ અને લોકો પણ હંમેશા અમારી આસપાસ ફરતા હોય છે. જેના કારણે અચાનક જ અમારા જીવનની હકીકત બદલાઇ ગઇ છે. આ બધુ ખૂબ જ અજીબ લાગી રહ્યું છે. કોરોના વાયરસને લઇ અલગ અલગ ખબરો આવી રહી છે. હું ઇન્ટરનેટ પર Covid-19 લઇને અલગ અલગ ખબર વાંચી રહી છું. આખી દુનિયામાં કોરોના વાયરસે ફફડાટ મચાવી દીધી છે. ત્યારે અનેક સેલેબ્રિટી રૂમમાં પુરાઈ ગયા છે. સરકાર પણ કહી રહી છે કે, આ સમયે ઓછામાં ઓછા લોકો સાથે સંપર્કમાં આવો

 

 

 

 

Find Out More:

Related Articles: