મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવા છતાંય શાહિદ કપૂર માટે ખુલ્લું રહ્યું જીમ

Sharmishtha Kansagra

કોરોનાવાઈરસને કારણે મહારાષ્ટ્ર સરકારે 30 માર્ચ સુધી મુંબઈ, નવી મુંબઈ, થાને, નાગપુરના તમામ જીમ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જોકે, શાહિદ કપૂર પત્ની મીરા સાથે 15 માર્ચ (રવિવાર)એ મુંબઈમાં એન્ટીગ્રેવિટી ક્લબમાં આવેલા અપસ્કેલ જીમમાં જોવા મળ્યો હતો. સૂત્રોના મતે, આ જીમ સાંજે સાડા પાંચ વાગે સ્પેશિયલી શાહિદ તથા મીરા માટે ખોલવામાં આવ્યું હતું અને બંને અહીંયા બે કલાક સુધી રહ્યાં હતાં. આટલું જ નહીં શાહિદ કપૂરે વીઆઈપી એરિયામાં વર્કઆઉટ કર્યું હતું અને મીરાએ જનરલ એરિયામાં વર્કઆઉટ કર્યું હતું. જોકે, મીરા તથા શાહિદ અલગ-અલગ દરવાજેથી બહાર નીકળ્યાં હતાં.

 

એન્ટીગ્રેવિટી ક્લબના માલિક યુદ્ધિષ્ઠિર જયસિંગે અખબાર સાથેની વાતચીતમાં ખુલાસો કરતાં કહ્યું હતું કે શાહિદ જીમમાં વર્કઆઉટ માટે નહોતો આવ્યો પરંતુ જીમના કેટલાંક સાધનો લેવા આવ્યો હતો. યુદ્ધિષ્ઠિરે એક્ટરને પોતાનો નિકટનો મિત્ર ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે શાહિદ છેલ્લાં કેટલાંક સમયથી ચંદીગઢમાં શૂટિંગ કરતો હતો અને તેણે સર્જરી કરાવ્યા બાદ કેટલાંક ઈક્વિપ્મેન્ટ્સ માગ્યા હતાં. તે શાહિદને આ ઈક્વિપ્મેન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે જ શીખવતો હતો. આ ઉપરાંત બંને એકબીજાના ઘરે જઈને વર્કઆઉટ કરે છે.

 

યુદ્ધિષ્ઠિરે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકારના આદેશ બાદ જીમ સંપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવ્યું છે. શાહિદ તથા મીરા માત્ર મિત્રતાના નાતે આવ્યા હતાં. જીમમાં માત્ર તે, શાહિદ અને મીરા હતાં અને ત્રણેયે સાથે સમય પસાર કર્યો હતો.

Find Out More:

Related Articles: