સાઉથનો સુપરસ્ટાર વિજય થલાપતિના ઘરે ITની રેડ, થયો ચોંકાવનારો ખુલાસો

Sharmishtha Kansagra

સાઉથના સુપરસ્ટાર વિજય થલાપતિ  ગત ઘણા દિવસોથી ચર્ચામાં હતો તે પણ ખોટા કારણોસર. ખરેખર ફેબ્રુઆરી મહિનામાં વિજય થલાપતિના ઘરે ઇન્કમ ટેક્સે દરોડા પાડ્યા હતા. તેના પર 300 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો આરોપ હતો, જેના કારણે ઇન્કમ ટેક્સના અધિકારીઓએ વિજય થલાપતિના ઘરે રેડ પાડી હતી. જેમા ઇન્કમ ટેક્સ અધિકારીઓએ 65 કરોડની ભારે ભરખમ રકમ જપ્ત કરી હતી. આવામાં ITના અધિકારીઓ વધુ એક વખત વિજયના ઘરે પહોંચ્યા હતા, સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ એક્ટરને લઇ સનસનીખેજ ખુલાસો કર્યો છે.

 

અધિકારીઓ અનુસાર વિજયને તેમની બે ફિલ્મો માટે 130 કરોડ રૂપિયા ફીસ આપવામાં આવી છે. વિજયને આ ફિસ બિગિલ અને માસ્ટર ફિલ્મ માટે આપવામાં આવી છે. જેમા બિગિલ માટે તેને 50 કરોડ અને આગામી ફિલ્મ માસ્ટર માટે 80 કરોડ રૂપિયા ફીસ મળી હતી. જોકે તપાસમાં એ વાત પણ સામે આવી કે વિજયે આ મોટી ફિસનો ટેક્સ પણ ભર્યો હતો.

 

વિજયના ઘરે આ દરોડા કોઇ પ્રથમવાર નથી પડ્યા, પરંતુ આ પહેલા પણ રેડ દરમિયાન ઇન્કમ ટેક્સના અધિકારી એક્ટરને તેના સેટ પરથી ઉઠાવીને લઇ ગયા હતા. તમને જણાવી દઇએ કે, વિજયની ગત ફિલ્મ બિગિલ સુપરહીટ સાબિત થઇ હતી. વિજયની આ ફિલ્મે 300 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મની સફળતા પર એક્ટરે ફિલ્મની ટીમને સોનાની અંગૂઠીઓ વહેંચી હતી. આ દરમિયાન એક રેડમાં આઇટીના અધિકારીઓને ફાઇનાન્સર અનબૂના ઘરથી 77 કરોડ રૂપિયા મળ્યા હતા. જેને લઇ અનબૂ અધિકારીઓને કોઇ કાગળ દેખાડી શક્યા ન હતા અને આ વિવાદના કારણે જ બિગિલ સ્ટાર વિજયના ઘરે પણ આઇટીના અધિકારીઓ પહોંચી ગયા હતા, જ્યાંથી અધિકારીઓએ 65 કરોડની મોટી રકમ જપ્ત કરી હતી.

Find Out More:

Related Articles: